રાજપીપળા – કેવડીયા માર્ગ પર ગાડીનાં છાપરે મુસાફરો બેસાડતા ચાલકો સામે પગલાં ક્યારે..? કે હપ્તા વસૂલી.?

0
14

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં એસટી બસો ની સંખ્યા નહિવત હોવાનાં કારણે મુસાફરો એ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે પરંતુ ખાનગી વાહનો માં ઘેટાં બકરાં ની માફક મુસાફરો ભર્યા બાદ વાહનના છાપરે પણ જોખમી સવારી કરાવતા ચાલકો સામે કડક કાર્યવાહી જરૂરી જણાઈ છે

રાજપીપળા એસટી ડેપો થી નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં જતી ઘણી ઓછી બસ સુવિધા હોવાથી કામ ધંધા અર્થે રાજપીપળા આવતા જતા લોકો એ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે જેમાં જોખમી સવારી થતી હોવાના દ્ર્શ્યો જોવા મળ્યા હતાં,રાજપીપળા થી કેવડીયા તરફ જતા ખાનગી વાહનો નાં છાપરે મુસાફરો બેસાડી બેફામ વાહનો હંકારી જતા ચાલકો ને કેમ કોઈ અટકાવતું નથી..? આંખ આડા કાન કરવા પાછળ હપ્તા વસુલી જવાબદાર છે..? તેવા પ્રશ્નો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ પોતાના રોટલા શેકવા માટે મુસાફરો ની જીંદગી જોખમ માં મૂકે છે તેમ પણ ચર્ચા હાલ સંભળાઈ રહી હોય માટે ભલે ખાનગી વાહનો ફરતા રહે પરંતુ તેમાં નિયમ મુજબ ગણતરીનાં મુસાફરો બેસાડાય તો કોઈ જોખમ ઊભુ નહિ થાય.નહિ તો ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો છાપરે બેઠેલા મુસાફરો નાં માથે જોખમ ઉભુ થઈ શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY