નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ તથા લેઉવા પાટીદાર સમાજના આગેવાનોએ નરેશભાઈ નું સ્વાગત કર્યું.
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના પાંચ પ્રકલ્પો પૈકીના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ભુમલીયા ગામ ખાતે શ્રી ખોડલધામ સંકુલ તથા શૈક્ષણિક સંકુલ આકાર પામવાનું છે તેના ભૂમિ અધિકગ્રહણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ તથા ત્રણેય જિલ્લાના, ત્રણેય જીલ્લા ની તાલુકાની ખોડલધામ સમિતિ ના કન્વીનરો કાર્યકરો તથા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચના કન્વીનરો, ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કન્વીનર, વડોદરા શહેર અને જિલ્લાના નવનિયુક્ત કન્વીનરને તથા મધ્ય ગુજરાત ઝોન કન્વીનર નુ ખેસ પહેરાવી તેમનુ અભિવાદન કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટમાં નવનિયુક્ત ટ્રસ્ટી ઓનુ પણ આ પ્રસંગે ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અલગ અલગ લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ, આગેવાનો દ્વારા ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશભાઈ નું પણ ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અન્ય કોઈ સમાજે સંસ્થા માટે જમીન ખરીદી નથી લેઉવા પાટીદાર સમાજે તેની પહેલ કરી છે જે એક ગર્વની વાત છે. ખોડલધામ ટ્રસ્ટ નથી એક વિચાર છે તેમ તેમને જણાવ્યું હતું. ખોડલધામ સમાજના દરેક ભાઈને ખુલ્લો મુકવા માંગે છે. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત ખોડલધામ સંકુલની જવાબદારી સંભાળતા દરેક કાર્યકરને તેમની જવાબદારી નિભાવવા આહવાન કર્યું હતું અને તે પોતાની જવાબદારી છે તેમ સમજી આવનારી પેઢીને મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે કેવડિયા નજીકના ભુમલીયા ગામે જમીન સંપાદન કરનાર અને તેને આ કાર્યક્રમ સુધી લાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણેય જીલ્લા લેઉવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા..
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"