પોલીસ બદનામ : તિલકવાડા પોલીસ બાદ ગરુડેશ્વર પોલીસે સાંજરોલી ગામના યુવાનને ઢોર માર માર્યાનો આક્ષેપ

0
16

  • ભોગ બનનાર સાંજરોલી ગામના યુવાને જિલ્લા પોલીસ વડા ને લેખિત રજૂઆત કરી સરકારી હોદ્દાનો દુરૂપયોગ કરનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં પોલીસ વિભાગ બદનામ થઈ રહેલું જણાઈ રહ્યું છે કેમ કે તિલકવાડા પોલીસ પર ઢોર માર માર્યો હોવાનાં આક્ષેપો ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગરુડેશ્વર પોલીસ પર પણ આવા જ આક્ષેપ કરતી રજૂઆત જિલ્લા પોલીસ વડા સમક્ષ થઈ છે

જેમાં મીતેષકુમાર રાજેશભાઇ તડવી,રહે.સાંજરોલી,તા. ગરૂડેશ્વર, જી : નર્મદા,હાલ રહે. લીમકવાણા, તા. ગરૂડેશ્વર, જી : નર્મદા નાઓએ કરેલ લેખિત ફરિયાદ મુજબ તારીખ : ૧૬.૦૩.૨૦૨૩ ને ગુરૂવારના રોજ સાજના આશરે ૪ : ૩૦ થી ૫.૦૦ ના અરસામાં તેઓ સાંજરોલી ગામેથી નીકળીને મામા ના ઘરે ક્લીમક્વાણા આવતા હતા. તે સમયે ગરૂડેશ્વર ચોકડી ઉપર ગરુડેશ્વર પોલીસના માણસો ઉભા હતા. તેઓએ ઉભા રાખવા માટે લાકડી આડી કરી મોટરસાયક્લ ઉભી રાખી લાયસન્સ માંગેલ પણ લાઇસન્સ નહિ હોવાથી તેમણે લાયસન્સ નથી એમ જણાવતા તમામ પોલીસ વાળા એકસંપ થઈ અચાનક તેમની પર હુમલો કરી મા-બેન સમાની ગાળો બોલવા લાગેલા અને મિતેશ તડવી ની ફૅટ પકડી મોટરસાયક્લ ઉપરથી ખેંચી લઇને રોડ ઉપર ઢસડીને પોલીસ વાનમાં બેસાડી ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલા, ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળા ઓએ ઢીકાપાટુનો ઢોરમાર મારેલો જેમાં મિતેશ તડવી ને શરીરે ઈજાઓ થઈ હોય ૧૦૮ એમ્બ્યુલન્સ માં રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર માટે લાવેલ છે.
માટે આ હકીકતો મુજબ મારી આ ફરીયાદના આધારે માર મારનાર તમામ પોલીસ કર્મીઓ સામે સરકારી હોદ્દાનો દુરૂપયોગ કરવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરશો તેવી રજૂઆત મિતેશ તડવી એ જિલ્લા પોલીસ વડા ને કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY