(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામના એક ખેતર માં આગ લાગતાં અડધું શેરડીનું ખેતર આ આગમાં બળી જતાં મોટું નુકશાન થયું છે
મળતી માહિતી અનુસાર કલાવતીબેન ધીરસીંગભાઇ રૂસ્તમભાઇ વળવી,રહે.તોરંદા (સરપંચ ફળીયુ), તા.કુકરમુંડા, જી.તાપી નાઓ એ પોલીસને જાણ કર્યા મુજબ તેમના જાવલી ગામની સીમમા આવેલ શેરડીના ખેતરમા કોઇ કારણસર આકસ્મીક રીતે આગ લાગતા શેરડીનું વાવેતરવાળા અડધા ખેતર માં શેરડીનો પાક સળગી જતા અંદાજે રૂપિયા ૫૦,૦૦૦/- જેટલાનુ નુકશાન થયું છે સાગબારા પોલીસે આ મુદ્દે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"