સાગબારા માં દારૂડિયા પિતા દ્વારા પુત્રને ઢોર માર મારવાની ઘટના માં કાર્યવાહી કરવા પોલીસ વડા ને પત્ર

0
16

  • ચાઈલ્ડ વેલ્ફેર કમિટી નર્મદા ની ટીમે નર્મદા પોલીસ વડા ને પત્ર લખી આ ઘટના માં જુવેનાઇલ જસ્ટીસ એકટ- ૨૦૧૫ ની કલમ-૨૭(૯) હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાં દારૂડિયા પિતા એ દારૂ નાં નશામાં પોતાના નાનકડા પુત્રને ઢોર માર મારવાની ઘટના બાદ જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને આ બાબતની જાણ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી નર્મદા ને થતાં જ કમિટી એ જિલ્લા પોલીસ વડા ને પત્ર લખ્યો છે.

ચાઈલ્ડ વેલ્ફેર કમિટી નર્મદા એ લખેલા પત્ર માં જણાવ્યા મુજબ સાગબારા તાલુકાના એક ગામે દારૂના નશામાં ચકનાચુર પિતાએ ૦૬ વર્ષના બાળકને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા બાળકને બંનેવ આંખો સોજી ગયેલ હોય અને અંદરના ભાગે ઇજાઓ થયેલ હોય, જેથી બાળકની માતા અને દાદા બાળકને સારવાર અર્થે ૧૦૮ વાનમાં સાગબારા સી.એચ.સી. મા લાવેલ હતા, જ્યા હાજર તબીબે પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઘાયલ બાળકને રાજપીપળા સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવેલ હતો અને સાગબારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ હતી, બાળક ખુબ જ ગંભીર રીતે ઘાયલ હોવાથી રાજપીપળા સીવીલ હોસ્પીટલથી વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પીટલ ખાતે રીફર કરવામા આવેલ હતો, જે ઉપરથી બાળકને ખુબ જ ગંભીર ઇજાઓ થયેલ છે તેમ સ્પષ્ટ જણાય આવે છે.
આ બાબત માં બાળકને યોગ્ય ન્યાય મળે તેમજ બાળકની સુરક્ષાને ધ્યાન રાખતા બાળક સાથે થયેલ ધટના સંદર્ભે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૫ મુજબ કાર્યવાહી કરવાની થતી હોય તેમ જણાય છે, જેથી બાળ કલ્યાણ સમિતી નર્મદા દ્વારા જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૨૭(૯) હેઠળ પ્રથમ વર્ગના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની સત્તાની રૂએ આદેશ કરવામા આવે છે કે આ ઘટના સંદર્ભે જરૂરી કાયદેસરની તપાસ કરી સમાજમા યોગ્ય ઉદાહરણ રૂપ દાખલો બેસે તે રીતે જે તે પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ પોલીસ અધિકારી મારફત કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામા આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY