કેવડીયા એકતાનગર નવી બિલ્ડીંગ નાં મકાનમાં આગ લાગતાં 18 હજાર નું નુકશાન

0
16

(ભરત શાહ દ્વારા) – નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે એકતાનગર માં બનેલી નવી બિલ્ડીંગ નાં એક મકાન માં આગ લાગતાં ઘર સામાન બળી જતા નુકશાન થયું છે

મળતી માહિતી અનુસાર સુદરશન રંગપતી,રહે બ્લોક નં C રૂમ ન 703 નવી બિલ્ડીંગ હનુમાન મંદીર પાસે કેવડીયા કોલોની તા.ગરુડેશ્વર જિ. નર્મદા નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ બ્લોક નં C રૂમ ન 702 નવી બિલ્ડીંગ હનુમાન મંદીર પાસે કેવડીયા કોલોની ખાતે કોઇ અગમ્ય કારણોસર આગ લાગવાથી રૂમમા મુકેલ લાકડાનો પલંગ, દીવાલ કબાટ તથા સરસામાન તેમજ દસ્તાવેજો તથા ઇલેક્ટ્રીક વાયરીંગ તેમજ પંખા સહિત નો સામાન બળી જતા કુલ રૂપીયા ૧૮૦૦૦/- જેટલાનુ નુકશાન થયુ હતું. આ આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું જણાય આવે છે તેમ પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું હતું.પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY