- 2018 નાં વર્ષ માં દોઢ કરોડ જેવી માતબર રકમ ખર્ચી નવીનીકરણ થયું હતું પરંતુ માટે જૂના ડેપો પર નવા લૂગડાં પહેરાવ્યા નું લાગતાં ભ્રષ્ટાચાર નાં આક્ષેપ પણ થયા હતા
- હાલમાં ડેપો નું મુખ્ય બોર્ડ ઘણા સમયથી વચ્ચેથી ફાટી ગયા બાદ પડું પડું થઈ રહ્યું છે છતાં કોઈને મરામત કરાવવાની ફુરસદ નથી
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા વિકાસનાં કામો થાય છે જેમાં મોટાભાગના કામો માં ભ્રષ્ટાચાર ની બુમ સંભળાઈ રહી છે પરંતુ વાત કરીએ રાજપીપળા એસટી ડેપો ની તો આ ડેપો નાં માત્ર નવીનીકરણ પાછળ દોઢ કરોડ જેવો અધધ ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ જુના લૂગડાં ઉતારી નવા પહેરાવ્યા હોય તેવી હાલત છે
2018 નાં વર્ષમાં ગુજરાત ના ઘણા એસટી ડેપો નું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપો નું પણ લગભગ દોઢ કરોડ નાં ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું પરંતુ જે તે સમયે નવીનીકરણ બાદ તુરત જ આ ડેપો ની હાલત દ્રૌપદી ચીરહરણ જેવી દેખાવા લાગી હતી ધાબુ ગળતું હતું ચોમાસામાં ધાબા પરથી પાણી પ્લેટફોર્મ પર અને સિલીંગ પંખાઓ માં ઉતરતું હતું સહિત ની ઘણી સમસ્યા આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ જોવા મળી હતી અને એ સમયે દોઢ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે આટલી મોટી રકમ માં ચાર પાચ નવા ડેપો ઉભા થઈ જાય તેવી પણ ચર્ચા સંભળાઈ હતી.
જોકે દોઢ કરોડના અધધ ખર્ચે તકલાદી કામ કરનાર કોન્ટ્રાકટર નાં કોઈપણ વાંધા વિના બોલો પાસ પણ થઈ ગયા હતા માટે ઉપર લેવલથી ભ્રષ્ટાચાર થયો હોવાની વાત ચર્ચાઈ હતી અને હાલમાં ઘણા સમયથી આ ડેપો નું મુખ્ય બોર્ડ વચ્ચે થી તૂટેલી હાલતમાં લટકતું જોવા મળી રહ્યું છે છતાં કોઈજ જોનાર નથી આ બોર્ડ નાં બે ટુકડા લટકી રહ્યા છે જે ગમે ત્યારે કોઈ સ્ટાફ કે મુસાફર પર ઉપર થી પડે તેમ જણાય છે છતાં કોઈને મરામત માટે ફુરસદ નથી.ડેપો સત્તાધીશો યોગ્ય પગલાં લઈ કામગીરી કરાવે એ જરૂરી બન્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"