રાજપીપળા સિવિલ હોસ્પિટલ નાં કેટલાક વિભાગો માં એચઆઇવી પીડિતો સાથે ભેદભાવ..?!

0
22

-એચઆઇવી પીડિત દર્દીઓ બીજી કોઈ તકલીફ માટે જાય તો ફરજ પરના ડોકટર ને પોતે એચઆઇવી હોવાની માહિતી આપતા જ ડોકટર સારવાર ન કરી ગલ્લા તલ્લાં કરતા જણાય છે

કેટલાક દર્દીઓ ને થયેલા અનુભવ પરથી સ્પષ્ટ જણાઈ છે કે નર્મદા જિલ્લાના લોકો તો સરકારી કાર્યક્રમો દ્વારા જાગૃત થયાં પણ કેટલોક મેડિકલ સ્ટાફ હજુ અજાણ કે અભણ છે..?!!

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં કેટલાક વિભાગના ડોકટરો એચઆઇવી પીડિતો સાથે ભેદભાવ રાખતા હોય તેવું જાણવા મળ્યું છે અને જો આ વાત જરા પણ સાચી હોય તો આ ગંભીર મુદ્દે પગલાં લેવા જરૂરી છે
નર્મદા જિલ્લામાં ઘણા એચઆઇવી પીડિત દર્દીઓ છે અને મોટાભાગના દર્દીઓ ની રાજપીપળા સિવિલ માં દવા ચાલુ છે તેઓ નિયમિત દર મહિને દવા લેવા આવતા હોય છે પરંતુ આ દર્દીઓ પૈકી કેટલાક ને અન્ય કોઈ તકલીફ હોય તો તેઓ સિવિલ નાં લાગતાં વળગતા વિભાગ નાં ડોકટરો પાસે તપાસ કરાવવા જાય છે અને ત્યારે આ દર્દીઓ સામેથી તપાસ કરનાર ડોકટર ને પોતે એચઆઇવી હોવાનું જણાવે છે જેથી તબીબ સલામત રીતે યોગ્ય સારવાર કરી શકે પરંતુ રાજપીપળા સિવિલમાં અન્ય તકલીફ માટે સારવાર લેવા ગયેલા અમુક દર્દીઓ નાં જાત અનુભવ પરથી એમ જાણવા મળ્યું કે આ બીજા વિભાગ નાં કેટલાક ડોકટરો એચઆઇવી ની બીમારી જાણ્યા બાદ પોતાનું વર્તન બદલી નાંખી ગમે તે બહાના કાઢી આ દર્દી ની સારવાર પોતે નહિ કરી બીજે સારવાર માટે જવા સલાહ આપે છે.

<<< .. આ બાબતે જિલ્લાના એક એચઆઇવી પીડિત એ જણાવ્યું કે મને શરીર પર એક ગાંઠ હતી જેના માટે મે રાજપીપળા સિવિલમાં એક ડોકટર ની સલાહ લીધી તેમણે મને યોગ્ય સલાહ પણ આપી અને અમુક દિવસે નાનકડું ઓપરેશન કરી આ ગાંઠ દૂર કરવા જણાવ્યું પરંતુ ડોકટર ને અંધારા માં નાં રાખી મે મારી એચઆઇવી ની સ્થિતિ તેમને જણાવી કે હું એચઆઇવી ગ્રસ્ત છું જેથી તેઓ અને તેમનો અન્ય સ્ટાફ સલામતી રાખે…બસ મે એચઆઇવી ની વાત ડોકટર સમક્ષ કરતાજ બીજી વાર બતાવવા ગયો તો અહીંયા કીટ નથી જેવા બહાના કાઢી મને વડોદરા ઓપરેશન કરાવવા સલાહ આપવામાં આવી હતી..
તો શું ઓપરેશન ની જરૂરી કીટ કે પોતાની સેફ્ટી રાખી આ સરકારી ડોકટર પોતેજ રાજપીપળા સિવિલ માં આ મામૂલી ઓપરેશન નાં કરી શકત..? આખરે મે ખાનગી હોસ્પિટલ માં ઓપરેશન કરાવ્યું અને ત્યાં એચઆઇવી ની જાણ કર્યા બાદ પણ કોઈજ ભેદભાવ કે અન્ય માથાકુટ કરી નથી.
આવા કેટલાક એચઆઇવી પીડિતો ને અનુભવ થયા હશે પરંતુ ફરજ પર હાજર કેટલાક ડોકટરો બહાના બતાવી પોતે ઈલાજ નહિ કરી પીડિતો ને અન્યત્ર ધક્કે ચઢાવતા હોય છે માટે સિવિલ સત્તાધીશો એ આ ગંભીર બાબતે પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે.

<<<<< જો કોઈપણ એચઆઇવી પીડિત સાથે નર્મદા જિલ્લામાં કોઈપણ રીતનો ભેદભાવ થાય તો મોબાઈલ નંબર : 9726577953 પર જાણ કરે..તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY