ઝરવાણી ગામના 12 વર્ષીય બાળકને તાવ આવી પેટમાં દુખતા સારવાર પહેલા જ મોત થયુ

0
57

  • હાલ નાનાં બાળકો કે યુવાનો નાં એટેક થી મોત નાં બનાવો વધી રહ્યા છે જ્યારે વાયરલ ઇન્ફેક્શન નાં દર્દીઓ માં પણ નવા લક્ષણો દેખાય છે

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઝરવાણી ગામના એક બાળકને અચાનક પેટ માં દુઃખી તાવ આવતા સારવાર માટે લઇ જતા મોત નિપજ્યું હતું

મળતી માહિતી અનુસાર મરનાર જગદીશભાઇ મિરીયાભાઇ વસાવા ઉ.વ.૧૨ રહે-ઝરવાણી લીબાડા ફળીયું તા-ગરુડેશ્વર જી- નર્મદાનાઓને તાવ તેમજ પેટમાં દુ:ખાવો થતો હોય જેથી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવતા રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં ફરજ પર હાજર ડોકટરે જગદીશ વસાવા નામના આ બાળકને મૃત હોવાનું જાહેર કરતા પરિવાર માં માતમ છવાયું હતું.
હાલમાં સમગ્ર દેશ માં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની ઘટના માં સતત વધારો થઈ રહ્યો છે જેમાં યુવા વર્ગ એટેક થી મોત ને ભેટ્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે બીજી બાજુ હાલ ચાલી રહેલા વાયરલ ઇન્ફેક્શન નાં દર્દીઓ પણ ઘણા વધ્યા છે પરંતુ આ વર્ષે વાયરલ ઇન્ફેક્શન નાં દર્દીઓ માં કઈક અલગ લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.જેમાં દર્દીઓ સારવાર કરાવી કંટાળી ચૂક્યા છે.તેવા માં ઝરવાણી ગામના આ બાળક નું આમ અચાનક મોત થતા પરિવાર માં માતમ છવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY