રાજપીપળા આરટીઓ કચેરીએ અકસ્માતમાં મૃત્યુ પામનાર ને મૌન પાળી શ્રદ્ધાંજલી અપાઈ

0
57

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા: વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા અને ટ્રાફિક નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા તેમજ કાયદાકીય રક્ષણ માટેની જોગવાઈ અને માહિતી અંગે જાહેર જનતાને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં વાહન નિરિક્ષક વી ડી આસલ, સી.ડી. પ્રજાપતિ,પી.બી.પટેલ તેમજ અન્ય સ્ટાફ, નર્મદા જિલ્લા પોલીસ (ટ્રાફિક શાખા) ના જવાનો, EMRI ૧૦૮ ના સુપરવાઈઝર પ્રવીણભાઈ વસાવા સહિત સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY