(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભોને ઘર-ઘર સુધી પહોંચાડી ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરી વંચિત લાભાર્થીઓના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારતની આ સંકલ્પ યાત્રા રથ દેડિયાપાડા તાલુકાના ઝાંક ગ્રામપંચાયતે આવી પહોંચતા ગ્રામજનોએ રથનું કંકુતિલક કરીને ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે આધુનિક રથ દ્વારા ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસ ગાથી સહિત સરકારની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે ફિલ્મનિદર્શન થકી ફિલ્મ નિહાળી હતી.જ્યાં ગ્રામજનો ધિરાણ-સહાય, આંગણવાડી પોષણ કેમ્પ, આયુષ્માન ભારતના યોજનાકીય લાભ અને માહિતીથી વાકેફ થયા હતા. ઉપરાંત પેમ્પલેટ્સ, બેનર જેવી આઈઈસી પ્રવૃત્તિ દ્વારા લોકજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ખેડૂતોને ખેતીમાં સમય ખર્ચમાં ઘટાડો કરતી નવી ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે આરોગ્ય સહિત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં બાળકો અને મહિલાઓ-ગામલોકોની નિ:શુલ્ક પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
ઝાંક ગ્રામપંચાયત ખાતે ગ્રામજનોને આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના વિશે લોકસંદેશો આપવામાં આવ્યો હતો. આ તકે ગ્રામજનોને પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ (તૃણધાન્યો) અપનાવીને જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતાને વધારવા તેમજ રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા અંગે પણ સમજણ પુરી પાડવામાં આવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામમાં આગમન થતા ગ્રામજનોએ રથને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો. જે બાદ આધુનિક રથ દ્વારા ગુજ અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની વિવિધ યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવા ગામેગામ ભ્રમણ કરી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"