રાજપીપલા દરબાર રોડ પર અર્બન હેલ્થ સેન્ટરની તાતી જરૂર પરંતુ રાહ કોની જોવાય છે …?!

0
198

અગાઉ દરબાર રોડ પર ચાલતા આરોગ્ય ના આ દવાખાના નો અસંખ્ય દર્દીઓ લાભ લેતા હતા પરંતુ તેને અન્યત્ર ખસેડાયા બાદ અટવાતા સ્લમ વિસ્તારના દર્દીઓ ની કફોડી હાલત

જોકેઆરોગ્યવિભાગનાએ.ડી.એચ.ઓ.ર્ડો.ગામિત સાહેબે આ માટે તૈયારી બતાવી હતી પરંતુ હજુ આ વિસ્તારમાં દવાખાનું શરુ થયું નથી

રાજપીપલા:રાજપીપલા શહેરમાં આવેલા અમુક સ્લમ વિસ્તારોના દર્દીઓ માટે અર્બન હેલ્થ સેન્ટર અત્યંત જરૂરી હોય છે અને દરબાર રોડ પર આ દવાખાનું લાંબો સમય હતું પરંતુ અચાનક ત્યાંથી ખસેડીને અન્યત્ર લઈ જવાતા કેટલાય દર્દીઓ હાલ અટવાય રહ્યા છે ત્યારે હાલ ચાલી રહેલી બેવડી ઋતુ કે આકરી ગરમીમાં સિવિલ હોસ્પિટલ અથવા ખાનગી દવાખાને ભીડ વધી રહી હોય આ બાબતનું ધ્યાન રાખી અર્બન હેકથ સેન્ટર ખુલ્લું મુકાય તેવી માંગ ઉઠી હતી ત્યારે છેલ્લા છ મહિના થી સ્લમ વિસ્તારના દર્દીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ તરફ દવાખાનું ખુલે અગાઉ નર્મદા જિલ્લાના એ.ડી.એચ.ઓન ર્ડો.ગામીતે આ બાબતે તૈયારી પણ બતાવી હતી પરંતુ લમ્બો સમય થવા છતાં હજુ દવાખાનું શરુ ન થતા દર્દીઓ તકલીફ માં મુકાય રહ્યા છે

જોકે આજે ફરી વખત ર્ડો.ગામીત સાથે વાત કરતા એમને જણાવ્યું કે હા અગાઉ આ માટે નક્કી થયું હતું પરંતુ અન્ય કામગીરી ના કારણે હજુ આ કામ પૂરું થયું નથી છતાં હવે આ માટે ચોક્કસ ખુબ જલ્દી દવાખાનું કાર્યરત થાય એ માટે પગલાં લઈશ.

ચીફ રિપોર્ટર- નર્મદા જિલ્લો..ભરત શાહ ,
મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY