તિલકવાડા મામલતદાર કચેરી ના  મહિલા ક્લાર્કે દહેજ માં ૧૦ લાખ માંગી ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ કરી ફરિયાદ 

0
160

ઘર કામ બાબતે ખોટા ઝગડા કરી ત્રાસ આપતા પતિ ,સાસુ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ

રાજપીપલા: મૂળ વડોદરાના વી.આઈ.પી. રોડ પર રહેતી અને હાલ તિલકવાડા માં રહેતા અમ્રતભાઈ  દત્ત (પાટણવાડીયા ) ની દીકરી પુંજા લગ્ન બે વર્ષ પહેલા વડોદરા ના વી આઈ પી રોડ પર આવેલી શક્તિ નગર સોસાયટી માં રહેતા રવિ રામજી પાટણવાડીયા સાથે થયા બાદ લગ્ન ના છ મહિના માંજ સાસરિયાઓ પૈકી પતિ રવિ રામજી ,સસરા રામજી જોયતા અને સાસુ શોભના રામજી પાટણવાડીયા એ પુંજાબેન ને તું નોકરી માંથી મોડી આવે છે ,ઘરનું કામ કોણ કરશે ? તું કામ બરાબર કરતી નથી તેમ કહી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું છતાં પૂજાબેન બધું સારું થઈ જશે એમ વિચારી સહન કરતા રહ્યા બાદમાં આ સાસરિયાઓ  પિયર માંથી 10 લાખ રૂપિયા દહેજ પેટે લાવવા ની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પુજાબેને રાજપીપલા મહિલા પોલીસ મથકે પતિ ,સસરા અને સાસુ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરી વધુ તપાશ હાથ ધરી છે તપાશ મહિલા પોલીસ સ્ટેશન પી એસ આઈ. એ .એસ.વસાવા ચલાવી રહ્યા છે
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી પૂજાબેન તિલકવાડા મામલતદાર કચેરી માં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY