ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે નાંદોદ મતવિસ્તારમાં મુકેલ ગાડીઓનું ભાડું લેવા ધક્કે ચડેલા ગાડી માલિકો

0
132

ચૂંટણીપંચ માંથી લાખો રૃપિયાની ગ્રાન્ટ આવવા છતાં ભાડું કેમ હજુ સુધી નથી ચુકવાયું..? તપાશ નો વિષય

રાજપીપલા :
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ, વિધાનસભાનું એક બજેટ પણ રજૂ થઈ ગયું, મંત્રીઓ પણ નિમાઈ ગયા અને વિરોધ પક્ષે પોતાનો વિરોધ પણ ચાલુ કરી દીધો. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પત્યા પછી સરકારે કામકાજ આરંભી દીધું હોવા છતાં ચૂંટણી દરમિયાન નર્મદા જિલ્લાની 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે મુકાયેલ ગાડીઓનું ભાડું ચુકવવામાં તંત્ર દ્વારા ગાડી માલિકો ને ધક્કે ચઢાવાય રહ્યા છે કરાઈ તેમ ખુદ ગાડીના માલિકો જણાવી રહ્યા છે. સાથે આ મામલે નર્મદા કલેકટરને પણ લેખિતમાં રજુઆત કરાઈ છે.
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી માટે 148 નાંદોદ વિધાનસભામાં પ્રીસાઈડિંગ ઓફિસરો અને સ્ટાફને ચૂંટણીના કામ માટે લેવા મુકવા 20 જેટલી ગાડીઓને વર્ક ઓર્ડર અપાયો હતો.જેમાં ગાડી ભાડા સાથે ડીઝલના પૈસા અલગથી આપવાનું ગાડી માલિકોને જણાવાયું હતું. જેનું 15 દિવસમાં વળતર ચૂકવી આપવાનું જણાવાયું હોવા છતાં આજ દિન સુધી વળતર ન ચૂકવાયુ હોવાની ગાડી માલિકોએ નર્મદા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે. એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના એક RTO અધિકારીએ એક દિવસના એક ગાડીના 2500 રૂપિયા આપવાની જે મૌખિક બાંહેધરી આપી હતી તે મુજબ જ અમને વળતર મળે એવી અમારી માંગ છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર શુ પગલાં લેશે તે જોવું રહ્યું.
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY