‘વાહ રે ગુજરાત’ નર્મદા બંધ ના પાવર હાઉસના ઇજનેરો એજ વીજ કચેરી બહાર વિવિધ માંગણીઓ કરી ધરણા કર્યા !

0
102

નર્મદા બંધના પાવર હોઉસમાં ફરજ બજાવતા જીસેક ના  ઇજનેરો એ પોતાના 7 માં પગાર પંચ અને અન્ય માંગો ને લઇ ને મોર્ચો માંડ્યો છે. અને કેવડિયા વીજ કચેરી ની હેડ ઓફિસ બહાર એક દિવસ ના ધારણા પ્રદર્શન પર ઉતાર્યા અને સરકાર નો વિરોધ કરી વર્ક ટુ રુલ, માસ સી.એલ જેવા કાર્યક્રમો કરશે, 14 મી માર્ચે ગાંધીનગર ખાતે રાજ્યના જીઈબી ઇજનેરો ધારણા કાર્યક્રમ કરશે જે અંગે ની લેખિત રજૂઆત કરી હતી. અને આંદોલન ના મૂડ માં આવ્યા છે. રાજ્યમાં 1000 થી વધુ ઇજનેરો આંદોલન માં જોડાશે।

નર્મદા બંધ ખાતે પાવર હાઉસ માં કામ કરતા યુનીયન ના એ.જી એસ.આર.આર.રાવલ, જનરલ સેક્રેટૅરી ડી.જે ધાંગર,સહિત  50 થી વધુ ઇજનેરો એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન નો માર્ગ નક્કી કરી  7 માર્ચ તારીખે જીસેક ની કચેરી બહાર ધારણા કાર્યક્રમ કર્યા હતાઅ અને આગામી 13 માર્ચના  વર્ક ટુ રુલ, નો કાર્યક્રમ કરશે, 14 માર્ચ ના ગાંધીનગર ખાતે ધરણા કરશે, અને 20 મી માર્ચે માસ સી.એલ જેવા કાર્યક્રમો કરશે।

આ બાબતે જી.ઈ.બી એસોસીયેશન ના એ.જી એસ.આર.આર.રાવલે જણાવ્યુ હતુ કે અમારી માંગણી 21 છે જે જી.ઈ.બી એસોસીયેશન દ્વારા રાજ્ય સરકાર ને આપેલી છે આજે અમે ધારણા કાર્યક્રમ કર્યો અને બાદમાં જાહેર વિરોધ પ્રદર્શોનો પણ કરી શું અને છતાં સરકાર અમારી માંગણીઓ ના સ્વીકારે ત્યાં સુધી યુનિયન ની સૂચના પ્રમાણે રાજ્ય ભરમાં ઉગ્ર આંદોલનો પણ જરૂર પડે કરીશુ.
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY