નર્મદા જિલ્લાની મુખ્ય હોસ્પીટલ રાજપીપળા સિવિલમાં લાંબા સમય બાદ જરૂરી તબીબો મુકાતા કંઈક અંશે રાહત

0
304

જોકે ખાસ જરૂરી એવા ઈ એન ટી અને જનરલ સર્જન ની જગ્યા ખાલી હોય એ ક્યારે મુકાશે…?

આરોગ્ય બાબતેની મોટી વાતો કરતી સરકાર નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લા માં જિલ્લા ની વડી હોસ્પિટલ માંજ આરોગ્ય બાબતે લાપરવાહ હોય એમ જણાય છે

રાજપીપળા: નર્મદા જિલ્લા ની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં ઘણા લાંબા સમય થી ડોક્ટરો સહીત ની ઘણી તકલીફો હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા આ પછાત જિલ્લા સામે જાણે ઓરમાયું વર્તન કરાતું હોય એમ લાગી રહ્યું હતું ત્યારે વારંવાર ની રજૂઆતો બાદ હાલ રાજપીપળા સિવિલ માં અમુક તબીબો ફૂલ ટાઈમ માટે મુકાતા કંઈક અંશે દર્દીઓને
રાહત થશે ત્યારે હાલ મુકાયેલા ડોક્ટરો માં ગાયનેક,
મગજના,ફિજિશિયન,રેડીયોલોજીસ્ટ,મેડિકલ ઓફિસર,માઇક્રોબાયોલોજિસ્ટ (લેબ)આમ કુલ છ તબીબો ને ફૂલ ટાઈમ માટે મુકાયા છે જે ઘણા લાંબા સમય ની રાહ જોયા બાદ દર્દીઓ માટે સારી વાત છે પરંતુ હજુ અત્યંત જરૂરી એવા ઈ એન ટી અને જનરલ સર્જન ની જગ્યા હજુ ખાલી રહેતા ઘણા દર્દીઓ ને હજુ ધક્કે ચઢવું પડશે ત્યારે એનેસ્થેસિયા તબીબ નો પણ હાલમાં ઓર્ડર થઈ ગયો છે એમ પણ જાણવા મળ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY