તિલકવાડાના પીંછીપુરા ગામેં નદીમાં સ્નાન કરતા યુવાનને મગરે મોત ને ઘાટ ઉતારતા ફફડાટ

0
311

મજૂરીએ થી આવેલો યુવાન એના એક મિત્ર સાથે ગામની નદીમાં સ્નાન કરવા ગયો અને ત્યાં જ મગર નો ખોરાક બન્યો

રાજપીપળા:નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામના યુવાન ગામની નદીમાં સ્નાન કરવા ગયો જ્યાં મગરે હુમલો કરતા એનું મોત થયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર પીંછીપુરા ગામે રહેતો અર્જુન પરસોત્તમ તડવી ગત તારીખ 6 જુલાઈ ના રોજ સાંજે મજૂરી કામ કરી ઘરે આવ્યા બાદ સાંજે લઘભગ છ વાગે એના મિત્ર રજુ કાળુ તડવી સાથે ગામ પાસે આવેલી અશ્વિની નદી માં સ્નાન કરવા ગયો હતો ત્યારે ત્યાં બંને મિત્રો સ્નાન કરતા હતા ત્યાંજ નદીના પાણી ખોરાક ની શોધમાં છુપાયેલો એક મગર અચાનક ત્યાં આવી તરાફ મારી અર્જુન તડવી ને પકડી પાણીમાં ખેંચી ગયો અને અંદર એને છાતીમાં તથા માથાના ભાગે બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કરતા અર્જુન તડવી (30) નું મોત થતા ગામમાં વાયુવેગે આ વાત ફેલાતા નદીએ નાહવા જતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો આ બાબતે જાણ થતાંજ તિલકવાડા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY