નર્મદા જિલ્લાની ૫૦ જેટલી શાળાઓમાં યોજાયો લર્નિંગ આઉટકમ મેળો 

0
83

૧૦,૫૦૦ જેટલા વાલીઓ-વિદ્યાર્થીઓને “ક્ષમતાદર્પણ” નું વિતરણ

કેન્દ્રિય નીતિ આયોગના પેરામીટર મુજબ શિક્ષણમાં લર્નિંગ આઉટકમનું સ્તર સુધારવાની સાથે તે ઉંચુ આવે તે દિશામાં “ટીમ નર્મદા” એ આદર્યા ઘનિષ્ઠ પ્રયાસો

લર્નિંગ આઉટકમ મેળામાં રાજ્યપત્રિત અધિકારીઓની સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામ આગેવાનો,ગ્રામજનો, NCC, NSS વગેરે જેવા NTC ના સભ્યો ઉત્સાહભેર જોડાયા

રાજપીપળા: નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની ૫૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં આજે યોજાયેલા લર્નિંગ આઉટકમ મેળામાં “ટીમ નર્મદા” ના રાજ્યપત્રિત અધિકારીઓના હસ્તે ધો- ૩ થી ૮ ના અંદાજે ૧૦,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને-વાલીઓને “ક્ષમતાદર્પણ” નું વિતરણ કરાયું હતું અને તેમાં દર્શાવ્યા મુજબની વિગતે વાલીઓ પણ શાળાની સાથોસાથ પોતાના બાળકના અભ્યાસ પ્રત્યે પૂરતી કાળજી રાખે અને આ વિદ્યાર્થીઓનું હવે પછીના લર્નિંગ આઉટકમનું સ્તર સુધારવાની સાથે તેનું સ્તર ઉંચુ આવે તે દિશામાં જિલ્લામાં ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયાં છે.

કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાની એસ્પાયરેશનલ-મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે કરાયેલી ધોષણા સંદર્ભે તાજેતરમાં કેન્દ્રિય કાપડ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ તેમની નર્મદા જિલ્લાની લીધેલી મુલાકાત દરમિયાન નીતિ આયોગના પેરામીટર મુજબ શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોમાં આ જિલ્લાની કાર્યસિધ્ધિની કરેલી સમીક્ષા દરમિયાન નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે બાળકોના લર્નિંગ આઉટકમનું સ્તરમાં કેન્દ્રિય નીતિ આયોગના માપદંડ મુજબ તેમાં સુધારા સાથે તે ઉંચુ આવે તે માટે કેન્દ્રિય મંત્રી શ્રીમતી ઇરાની તરફથી કરાયેલ દિશા-નિર્દેશ મુજબ જિલ્લાભરમાં જ્યાં આચાર્યશ્રીની કાયમી જગ્યા ઉપલબ્ધ છે તેવી આશરે ૫૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં આજે ઉક્ત લર્નિંગ  આઉટકમ મેળો સફળતાપૂર્વક યોજાયો હતો.

આજે પ્રાથમિક તબક્કામાં જિલ્લાભરની ૫૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા આ લર્નિંગ આઉટકમ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામ-આગેવાનો, ગ્રામજનો, NCC, NSS વગેરે જેવા NTC ના સભ્યો, શિક્ષણવિદો, નિવૃત્ત શિક્ષકો “ટીમ નર્મદા” ના અધિકારીશ્રીઓ પણ આજના આ શિક્ષણયજ્ઞમાં ઉત્સાહભેર જોડાયાં હતા. જિલ્લાની જે તે શાળાના શિક્ષકગણ તરફથી સૌ પ્રથમ દરેક વિદ્યાર્થીને સારી રીતે આવડતાં વિષયો/મુદ્દાઓ અને સુધારાની જરૂર છે તેવા વિષયોની જાણકારી આપવા માટે વિદ્યાર્થીદીઠ તૈયાર કરાયેલ ક્ષમતાદર્પણનું પણ આજે જે તે સ્કુલમાં દરેક વાલીઓને તેનું વિતરણ કરાયું હતું.

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયાએ આજે જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળામાં યોજાયેલા લર્નિંગ આઉટકમ મેળામાં ભાગ લીધો હતો. તેવી જ રીતે “ટીમ નર્મદા” ના અધિકારીશ્રીઓએ પણ તેમને ફાળવાયેલી જે તે શાળાના મેળામાં ઉત્સાહભેર જોડાયાં હતા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયા સહિત “ટીમ નર્મદા” ના અધિકારીઓએ ધોરણ- ૩ થી ૮ ના જે તે બાળકના વાલીઓને “ક્ષમતાદર્પણ” નું વિતરણ કર્યું હતું. શાળાની સાથોસાથ પોતાનું બાળક ઘરે આવીને પણ તેના અભ્યાસમાં પૂરતું ધ્યાન આપે તેની કાળજી રાખવા સાથે ઘરમાં પણ એક શાળા જેવો માહોલ બની રહે તેવું વાતાવરણ ઉભું કરવા અને બાળકોને તેમની સ્કુલના રોજબરોજના અભ્યાસ અંગે વાલીઓ પૃચ્છા કરે અને તેની સાથે બાળકોના શિક્ષણ પ્રત્યે પુરતું ધ્યાન અપાય તે જોવા ખાસ અનુરોધ કરાયો હતો.

આજે જિલ્લાભરની આશરે ૫૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા આ લર્નિંગ આઉટકમ મેળામાં “ટીમ નર્મદા” ના રાજ્યપત્રિત અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, BRC, CRC, જે તે સ્કુલના શિક્ષકગણ પરિવાર, ગામ આગેવાનો, ગ્રામજનો NCC, NSS વગેરેના NTC સભ્યશ્રીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર- નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY