ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીના જાહેરનામાની અમલવારી પોલીસ કઈ રીતે કરાવશે? તે સમજવું અને અમલમાં મૂકવું જરૂરી છે.

0
1348

આવનાર 30મીએ જાહેરનામા ની અવધિ પુરી થાય છે ત્યારે નીચેના સૂચનો રાજ્ય સરકાર, સ્થાનિક જનપ્રતિનિધિઓ,સ્થાનિક તંત્રએ અમલ કરવા જરૂરી થઈ પડે છે.

1.રેગ્યુલર જાહેરનામું બહાર પાડવું. જેના મોટા બોર્ડ બનાવી બ્રિજની બન્ને બાજુ મુકવા.
2 બન્ને તરફ મોટા સ્પીડબ્રેકર બનાવવા.(અપ ડાઉન બન્ને તરફ બન્ને છેડે)
3.બ્રિજની બંને તરફ સ્પીડ બ્રેકર પહેલા સોલાર બ્લીન્કિંગ લાલ કે પીળી લાઈટ ગતિ મર્યાદા ઘટાડવાની સાઈન માટે લગાડવી.
4.સદર બ્રિજની આવરદા વધારવા જેમ અંકલેશ્વર પ્રતિન ચોકડીથી જીઆઇડીસી ના એન્ટરન્સના બ્રિજની જેમ મોટા ગડર વળી હાઈટ લઈ ફોરવિલ ટેમ્પા ન જાય તેમ ગડર લગાડી (એંગલ) કોમર્શિયલ વાહન પરત થાય તેવી કડક જોગવાઈ તાત્કાલિક કરવી.જેમાં અંકલેશ્વર તરફ બન્ને છેડે,શીતલ સર્કલ ,તેમજ કોલેજ બાજુના બંને છેડે .નાની એમયુલન્સ જાય તેમ ગડર મારી તમામ ભારદારી વાહન રોકવા.

5.ઉપરોક્ત જાહેરનામાંથી નાની એમ્બ્યુલન્સ જશે જ્યારે મોટી એમ્બ્યુલન્સ સાયરન મારતી સરદાર બ્રિજ પરથી ફાસ્ટ ટ્રેક માંથી તરત પસાર થશેજ કેમકે પહેલા પણ મોટી એમ્બ્યુલન્સ જતીજ હતી,
6.ફાયર વાહનોની જરૂરિયાત અંકલેશ્વર ખાતે નગરપાલિકા અંકલેશ્વર,ડીપીએમસી અંકલેશ્વર ,પાનોલી ઝઘડિયા પાસે છેજ તદુપરાંત મોટી કંપનીઓ પાસે પોતાના ફાયર ટેન્ડર ,ફોર્મ ટેન્ડરની વ્યવસ્થા છેજ અને અતિ આપત્તિજનક પરિસ્થિતિ માં હાઇવે પરથી જેમ પહેલા જતાજ હતા તેમ જઇ શકે છે પણ આ કારણ સર નર્મદામૈયા બ્રિજના આયુષ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય એ આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં કર્મઠ ગુજરાત સરકારે ધ્યાન આપવું જરૂરી છે કેમકે હવે જો નર્મદામૈયા બ્રિજની જાળવણી ન થાય તો નવો બ્રિજ બનાવવાની જગ્યા ભરૂચમાં નથીજ સિવાય ગોલ્ડન બ્રિજ જે આજે ધરોહર બન્યું છે તે ધરોહર નષ્ટ કરી 140 વર્ષને અડીખમ ગોલ્ડન બ્રિજની નનામી કાઢવી પડશે જે આવનાર ભવિષ્યની ભરુચી પ્રજા ક્યારેય માફ નહિ કરે માટે રાજ્ય સરકાર અંગત રસ લઇ અંદાજે છસો કરોડના ખર્ચે બનેલ અંકલેશ્વર ભરૂચના નર્મદા (મૈયા) બ્રિજની જાળવણી અવશ્ય કરે કરાવે તેવી લાગણીસભર ભરૂચવાસીઓ અપેક્ષા રાખે એ ઉચિત છેજ.

સદર જાહેરનામાનો અમલ થાય તેમાં જંગ એ ગુજરાત ન્યૂઝ કોઈજ અંગત સ્વાર્થ નથી પણ માત્ર ભરૂચ અંકલેશ્વરવાસીઓની સુવિધા જળવાય તેવો શુભ આશય માત્ર છે અને રહેશેજ.

ધનંજય ઝવેરી
9978406257
9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY