ભરૂચમાં ખુબજ પ્રશનિય કામગીરી કરનાર પેરોલ ફ્લો સ્કોડના દ્રારા નાસતા ફરતાં બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં છે.
મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક અને ભરૂચ જિલ્લા એસ.પી ની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રશનિય કામગીરી બજાવનાર પેરોલ સ્કોડ દ્રારા છેલ્લાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ફારૂક ઉર્ફે ઈબ્રાહીમ હારૂન રસીદ સૈયદ અને બીજો આરોપી ચેતન વામન લકડુ આહિરે (મરાઠી) બેનવ રહેવાસી સુરતનાઓ કે જે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના ગુનાં, રજી,નં, ફસ્ટ ૧૪૫/૧૫ આઈ.પી.સી કલમ
૩૭૯,૧૧૪ મુજબના બંનેવ આરોપી અંકલેશ્વર
જી.આઈ.ડી.સી પિકપ સ્ટેન્ડ પર આવવાની બાતમી પેરોલ સ્કોડના પી.એસ.આઈ એન.ડી.ચૌધરીને મળેલ હતી જે બાતમીવાળી જગ્યા પર બંનેવ આરોપીઓ આવતા તેવોને ઝડપી પાડી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે સોંપી દીધા હતાં જે અંગેની આગળની કાર્યવાહી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ ચલાવી રહી છે.
જ્યારે અન્ય એક પાકા કામનો આરોપી નંબર ૬૬૯ નવલ ઓલીયા વસાવા ફ્લોની રજા પરથી ફરાર થઈ ગયો હતો જેની બાતમી પેરોલ સ્કોડના પી.એસ.આઈ એન.ડી.ચૌધરી અને સ્ટાફના માણસોને મળેલ હતી જે બાતમીના આધારે આરોપી નવલ ઓલીયા વસાવાને ઝડપી પાડી વાલિયા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં સમયથી પેરોલ સ્કોડ દ્રારા પ્રસંશનીય કામગીરી કરી કેટલાય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી ફરી પાછા જેલના સળિયા પાછળ ધકેલી દેવમાં આવ્યા છે.જેના લીધે નાસતા ફરતાં રોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"