લીબિયા નજીક ભૂમધ્ય સમુદ્રમાં નૌકા ડૂબી જતાં ૧૦૦થી વધુ પ્રવાસીનાં મોત

0
385

કેટલાંય બાળકો સહિત ૧૦૦થી વધુ લોકો લાપતા
ત્રિપોલી,તા.૩૦
લીબિયામાં પશ્ચિમ સમુદ્ર કાંઠા નજીક એક નૌકા ડૂબી જવાથી ૧૦૦ પ્રવાસીનાં મોત થયાં હોવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ અનુસાર આ નૌકા ડૂબી જવાથી કેટલાંય બાળકો સહિત ૧૦૦થી વધુ લોકો લાપતા બન્યા છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર તટરક્ષકોએ ૧૬ જેટલા પ્રવાસીઓને બચાવી લીધા છે અને સહી સલામત પાણીમાંથી બહાર કાઢયા હતા. કેટલાક મૃતક બાળકોના શબ તરતાં તરતાં લીબિયાના કિનારે પહોંચ્યા હતા. આ અકસ્માતમાં બચી જનાર પ્રવાસીઓએ જણાવ્યું હતું કે આ નૌકામાં ૧ર૦ જેટલા પ્રવાસીઓ સવાર હતા.
લીબિયાની રાજધાની ત્રિપોલીના પૂર્વ ગારબૌલીથી નીકળ્યા બાદ થોડા જ કલાકમાં જહાજ જેવી આ યાંત્રિક નૌકામાં એકાએક વિસ્ફોટ થયો હતો જેના કારણે નૌકાની મોટરમાં આગ લાગી હતી અને પાણી ભરાવાના કારણે નૌકા ડૂબી ગઇ હતી.
આ નૌકામાં સવાર યાત્રીઓમાં કેટલાય મોરોક્કોના પરિવારો સામેલ હતા, જેમાંથી કોઇ જ બચી શકયું નથી. લીબિયાના બંદર નજીક ભૂમધ્ય સમુદ્રમાં આ નૌકા ડૂબી જતાં લીબિયાના સત્તાવાળાઓએ ગંભીર ચિંતા વ્યકત કરી છે. કોસ્ટ ગાર્ડના પ્રવકતા ઐયુબ ગાસીમે જણાવ્યું હતું કે મૃતકોની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે, પરંતુ આ સંખ્યા ૧૦૦ની આસપાસ હોઇ શકે છે.
લીબિયામાં કેન્દ્ર સરકારની નબળાઇને કારણે ઉત્તર આફ્રિકાના દેશોના ગેરકાયદે વસતા લોકો ભૂમધ્ય સાગરમાં ઇટાલી સહિત અન્ય યુરોપિયન દેશમાં પ્રવેશવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને નૌકામાં સવાર થઇને જતા હોય છે ત્યારે અવારનવાર આવી દુર્ઘટના સર્જાય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY