વૈજ્ઞાનિકોએ એક એવા નવા અલ્ટ્રા સેન્સેટીવ સાધનની શોધ કરવામાં સફળતા મેળવી છે જે સાધન શરૂઆતના તબક્કામાં જુદા જુદા રોગના લક્ષણોને શોધી કાઢવામાં મદદરૂપ બનશે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલા આ નવા સાધનના ભાગરૂપે અલ્ટ્રા સેન્સેટીવ ટેસ્ટ કરવામાં આવશે જેનાથી વહેલી તકે રોગના લક્ષણો શોધી કાઢી શકાશે. આ સાધનની શોધને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. નવા ટેસ્ટથી બિમારી અંગે વહેલી તકે માહિતી મળી ગયા બાદ સારવારમાં પણ મદદ મળશે અને અસરકારક સર્જરી માટેનો માર્ગ મોકળો થશે. લંડનમાં ઇમ્પેરીયર કોલેજ ખાતે સંશોધકોએ કહ્યું છે કે તેમના નવા ટેસ્ટથી નક્કર રીતે જુદા જુદા રોગના લક્ષણોને શોધી કઢાશે. ખૂબ ઓછા પ્રમાણમાં રોગના લક્ષણ હશે તો પણ આનાથી શોધી શકાશે. પહેલાંથી જ કેટલાક રોગ માટે જુદા જુદા ટેસ્ટ ઉપલબ્ધ બની ચૂકેલા છે. જા કે પ્રવર્તમાન બાયો સેન્સર્સ હવે ઓછા સંવેદનશીલ બની ગયા છે.
નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નવા બાયો સેન્સર ટેસ્ટથી પોસ્ટેડ કેન્સર સાથે સંકળાયેલા બાયોમેટરને સરળતાથી શોધી શકાશે. જા કે બાયો સેન્સરમાં ચકાસણી થયા બાદ વધુ ખાતરી જરૂરી બનશે. સંશોધનોનું નેતૃત્વ કરનાર પ્રોફેસર મોલી સ્ટેવન્સે કહ્યું છે કે વહેલી તબક્કે રોગના લક્ષણો શોધી કાઢવાની બાબત મહત્વપૂર્ણ છે. લક્ષણો પહેલાંથી જ જાણી ગયા બાદ રોગની સારવાર વધુ ઝડપથી શક્ય બનશે. પ્રાથમિક તબક્કામાં જ બિમારી દૂર કરવામાં સફળતા મળશે. રોગના લક્ષણો તેનો સંકંજા વધુ મજબૂત બનાવે તે પહેલા જ તેને ખતમ કરી શકાશે. ઘણા રોગ માટે હાલમાં પણ આવી ટેકનોલોજી છે પરંતુ નવા અલ્ટ્રા સેન્સેટીવ ટેસ્ટ વધુ અસરકારક રહેશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"