નવા વાડજના યુવકની હત્યાના કેસમાં પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

0
71

અમદાવાદ,તા.૧૪
શહેરનાં નવાવાડજ વિસ્તારમાં રહેતા યુવકની માણસા થયેલી હત્યાના કેસમાં ગાંધીનગર એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે મૃતકનાં પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ વર્ષ ર૦૧૪માં અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી ચંદ્રભાગા સોસાયટીમાં દિનેશભાઇ ભીખાભાઇ પરમાર તેમનાં પત્ની માલાબહેન ઉર્ફે મીનાક્ષીબહેન સાથે રહેતા હતા.
માલાબેનને તેમની જ સોસાયટીમાં જ રહેતા પ્રિતેશકુમાર ઉર્ફે વિકી ખલાસી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધમાં આડખીલીરૂપ દિનેશભાઇની હત્યા કરી કાંટો કાયમી દૂર કરવાની બંનેએ યોજના બનાવી હતી. માલાબહેને પતિ દિનેશભાઇને પ્રેમી પ્રિતેશ સાથે વતનમાં માતાજીનાં દર્શને મોકલ્યા હતા.
દિનેશભાઇ પ્રિતેશ સાથે કહીપુર માતાજીનાં દર્શન કરીને બાઇક લઇ ઘરે આવવા નિકળ્યા હતા ત્યારે લોદરાથી ગાંધીનગર માર્ગ પરની હોટેલ રંગ રોયલ સામે પેશાબનાં બહાને બાઇક રોક્યું હતું. દિનેશભાઇ તથા પ્રિતેશ ઝાડીઓમાં પેશાબ કરવા ગયા હતા.
પ્રિતેશે દિનેશભાઇને પછાડી દઇને હત્યાનાં ઇરાદે માથાનાં ભાગે પથ્થર મારી નાસી ગયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાત દિવસ બાદ સારવાર દરમ્યાન દિનેશભાઈનું મોત થયું હતું. દિનેશભાઇનાં પિતાએ માલાબહેન અને તેના પ્રેમી પ્રિતેશ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY