પાક.ના પૂર્વ પીએમ નવાઝ શરીફના ઘર પાસે આત્મઘાતી હુમલો : નવના મોત

0
138

લાહોર,
તા.૧૫/૦૩/૨૦૧૮

૧૪ પોલીસકર્મીઓ સહિત ૨૫ લોકો ઘાયલ,ચેકપોસ્ટ પાસે ચાલી રહ્યો હતો ધાર્મિક સમારંભ

લાહોરમાં નવાઝ શરીફના ઘરની પાસે એક ચેકપોસ્ટ પર તાલિબાનના આતંકી હુમલામાં ૫ પોલીસ જવાનો સહિત ૯ લોકોનાં મોત થયા છે. ૧૪ પોલીસકર્મીઓ સહિત ૨૫ લોકો જખમી થયા છે. ઓફિસર્સના જણાવ્યા અનુસાર, આ ચેકપોસ્ટ નવાઝ શરીફના ઘરના થોડાં કિમી જ દૂર હતું. ચેકપોસ્ટની પાસે જ એક ધાર્મિક સમારંભ ચાલી રહ્યો હતો.

હુમલો બુધવારે રાત્રે થયો. તે સુસાઇડ અટેક હોવાની પુષ્ટી પંજાબના આઇજી આરિફ નવાઝે કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, એક કિશોર હુમલાખોરે ચેકપોસ્ટની પાસે પોતાને ઉડાવી દીધો. માર્યા ગયેલા લોકોમાં ૨ ઇન્સ્પેક્ટર સહિત ૫ પોલીસકર્મી છે. જખમી પોલીસકર્મીઓમાં ૪ની હાલત ગંભીર છે.

લાહોરના ડીઆઇજી ડો. હૈદર અશરફે જણાવ્યું કે, હુમલાખોરોના નિશાના પર પોલીસ જવાન હતા. આ કારણોસર તેણે ચેકપોસ્ટની પાસે જ બ્લાસ્ટ કર્યો. હુમલાખોરના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. ચેકપોસ્ટની પાસે જ તબલીગી સેન્ટરમાં ધાર્મિક સમારંભ પણ ચાલી રહ્યો હતો.

ઓફિસરોના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ એટલો પાવરફૂલ હતો કે, તેનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાયો હતો. અમુક રિપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યું છે કે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠને પોલીસ પર હુમલો કરવાની ચેતવણી આપી હતી.

જખમી પોલીસકર્મી આબિદ હુસૈને જણાવ્યું કે, મેં જાયું કે, એક કિશોર વેન્યુમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો. જ્યારે અમે તેને રોકવાની કોશિશ કરી તો તેણે પોતાને ઉડાવી દીધો.
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે એક અઠવાડિયા બાદ લાહોરમાં પાકિસ્તાન સુપર લીગની સેમીફાઇનલ મેચ થવાની છે. ડીઆઇજી અશરફ જણાવે છે કે, મેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. પાક રેન્જર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આખા વિસ્તારને ઘેરી લીધો.

પાકિસ્તાનના પ્રેસિડન્ટ મમનૂન હુસૈને આ હુમલાની નિંદા કરી છે. તેઓએ કહ્યું કે, આ કાયરતાપૂર્ણ કામોથી સરકારનો આતંકવાદ સામે લડવાનો જુસ્સો કમજાર નહીં પડે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી શહબાઝ શરીફે પોલીસ પાસે હુમલાનો રિપોર્ટ માંગ્યો છે. આ વર્ષે લાહોરમાં આ પહેલો હુમલો છે. ગયા વર્ષે લાહોરમાં આવા અનેક હુમલા થયા હતા, જેમાં ૬૦થી વધુ લોકોનાં મોત થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY