રક્તદાન અભિયાનના સાયકલ યાત્રી જયદેવ રાઉતનું નવસારીમાં અભિવાદન

0
109

ગુજરાતની આધુનિક બ્લડ બેકો નિહાળી સાયકલ યાત્રી રાઉત પ્રભાવિત થયા
નવસારી, તા.૩૧
રક્તદાન મહાદાનના સંદેશને સાયકલ યાત્રા દ્વારા ભારતભરમાં પ્રસરાવવા કલકત્તાથી નીકળેલા ૩૭ વર્ષના યુવા જયદેવ રાઉતનું નવસારીમાં વીરાવળ આગળ સ્વામીનારાયણ હાઈસ્કૂલ ઈટાળવા અને શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાલયના જેઆરસી વિદ્યાર્થીઓએ વીરાવળ આગળથી સાયકલ યાત્રામાં જાડાઈને જુનાથાણા નવસારી આગળ સ્વામી વિવેકાનંદ પ્રતિમા આગળ દોરી લાવી રેડક્રોસ નવસારીના પદાધિકારીઓ ડો. અતુલ દેસાઈ, તુષાર દેસાઈ, કેરસી દેબુ, પ્રા.જશુભાઈ મ.નાયક તથા લાયન્સ ક્લબ મેઈનના રાજેશ્રી ખરાદી વગેરેએ અભિવાદન કયુ હતું.
જયદેવ રાઉતે જણાવ્યું હતું કે પોતે ૩૭ વખત રક્તદાન કરી ચૂક્યા છે. સમગ્ર પરિવારે રક્તદાનને પરંપરા તરીકે સ્વીકારી છે. કલકત્તાની એક કંપનીમાં શ્રમિક તરીકે કામ કરે છે. તેમની રક્તદાન જાગૃતિ યાત્રા ફેડરેશન ઓફ બ્લડ ડોનર્સ એસોશિએસન દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ બીજા તબક્કો છે. તા.૫ ઓક્ટોબર ૨૦૧૮ રોજ નીકળી ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા થઈ બંગાળ પરત જશે. અંદાજે કુલ સાત હજર કિલોમીટર વધુ પ્રવાસ માર્ગે છે.
વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ યુવાવર્ગ સન્માન પ્રક્રિયામાં હાજર રહ્ના તથા જમશેદજી ટાટા દાદાભાઈ નવરોજીના નગરમાં આવવાની તક મળી તેથી ગૌરવ અનુભવુ છું. ગુજરાતની બધી બ્લડ બેîકોની મુલાકાત લેતા જાવા મળ્યું કે વધુ અદ્યતન અને સક્રિય છે છતા રક્તદાન પ્રવૃત્તિ પ્રચાર-પ્રસાર માટે હજુ વધુ કામ કરવાની જરૂર છે. યાત્રા માર્ગ ઉપર રક્તદાન પ્રવૃત્તિની વાતો સાંભળે છે. સહકાર પણ મળે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY