નવસારીની ગોહિલ હોસ્પિટલના કર્મચારીઓની હડતાળ

0
75

નવસારીની કે.ડી.એન.ગોહિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા પાછલા જાન્યુઆરી માસનો પગાર ન ચૂકવાતા ગુરૂવારે હોસ્પિ. ના કર્મચારીઓએ અચાનક હડતાળ પર ઊતરી જતાં દાતા મણીભાઈ ગોહિલ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. તેમણે કર્મચારીઓ સાથે વાત કરીને તુરંત પગાર થાય તેવી વ્યવસ્થા કરી હતી. જોકે કર્મચારીઓએ હોસ્પિ. નું સંચાલન ટ્રીડન્ટના ડો. સત્યેન્દ્રને સોંપવાની હિલચાલ કરતાં કર્મચારીઓએ તેનો વિરોધ કરી સ્થાનિકને જ હોસ્પિટલનું સંચાલન સોંપવાની માંગ કરી હડતાળ ચાલુ રાખી હતી.
અત્રેના દુધિયા તળાવ ખાતે આવેલ કે.ડી.એન. ગોહિલ હોસ્પિટલનું સંચાલન હાલમાં સેક્રેટરી શૈલેશ કંસારા કરી રહ્યા છે. તો સાથે મહેશભાઈ વગેરે પણ જોડાયા છે. હોસ્પિટલમાં વારંવાર પડતી હડતાળના કારણે દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. જેથી હોસ્પિટલની ખોટ વધતી જાય છે. તેવા સમયે જાન્યુ-૧૮નો પગાર ન થતા કર્મચારીઓએ સરકારી શ્રમ અધિકારી, કલેક્ટર, પોલીસ અધિકારી વગેરેને પત્ર પાઠવીને જલદ આંદોલન કરવાનો પત્ર આપી હડતાળ પર બેસી ગયા હતા. આ બાબતે કર્મચારીઓએ જણાવ્યું કે, પાછલા કેટલાક મહિનાથી સતત પગાર મોડો કરાય છે. પી.આર.ઓ.વૈશાલી નાયકને જણાવતાં તેમણે પણ શૈલેશ કંસારાને જાણ કરી હોવાનું અને તેમણે પૈસા ન હોવાનું અને રાજીનામું મૂકી દેવાનું તો જ પગાર અને ગ્રેચ્યુઈટી મળશે તેમ જણાવ્યાનો લેખિતમાં આક્ષેપ કર્યો હતો. લગભગ ૩૪ જેટલા કાયમી કર્મચારીઓએ ગુરૂવારે સવારથી જ હોસ્પિટલના પટાંગણમાં હડતાળ પર બેસી ગયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY