ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં NDRFની ટીમો સ્ટેન્ડ ટુ

0
131
ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની તાકીદની બેઠક મળી અધિકારીઓને જિલ્લા હેડકવાર્ટસ ન છોડવા આદેશ
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય હવામાન વિભાગે એવી આગાહી કરી છેકે, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક જીલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે જેથી એનડીઆરએફ,એસડીઆરએફની ટીમોને બચાવ કામગીરી માટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, ૨૫મીએ વલસાડ,તાપી,નર્મદા,ડાંગ સહિતના જીલ્લામાં ભારે વરસાદ આવી શકે છે. જયારે ૨૬મીએ સૈારાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ વરસે તેમ છે. ૨૭મીએ આણંદ,વડોદરા,ગાંધીનગર,બનાસકાંઠા,મહેસાણામાં ભારે વરસાદ વરસશે. આ જોતાં આજે પાટનગર ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં રાહત નિયામક વડપણ હેઠળ વેધર વોચ ગુ્રપની બેઠક મળી હતી જેમાં નેવી કોસ્ટ ગાર્ડ,એનડીઆરએફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. દરમિયાન, અધિકારીઓ-કર્મચારીઓને જીલ્લા મથક ન છોડવા આદેશ કરાયો છે. જીલ્લા સ્થિત ડિઝાસ્ટર મેનેજન્ટ કંટ્રોલ રુમ પણ એલર્ટ કરાયા છે. આમ, ભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સમગ્ર હવામાનની સ્થિતી પર નજર રાખી રહ્યુ છે. અત્યાર સુધી રાજ્યમાં કોઇ દુર્ઘટના થઇ નથી તેવો અધિકારીઓએ દાવો કર્યો હતો. ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની સંભાવના અમદાવાદ,સોમવાર અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધેલા ચોમાસાના પવનો અને અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન હેઠળ આગામી બે દિવસ દરમ્યાન એટલે કે ૨૭મી સુધી ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે પ્રમાણમાં વરસાદ પડે તેવી હવામાનખાતાએ આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ બે દિવસ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છેે. આ સપ્તાહ દરમ્યાન ૩૦મી જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ સહિત ઠેર ઠેર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં આજે ઘણા બધા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડયો હતો અને આવતીકાલે પણ ભારે વરસાદ રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY