અમદાવાદ,
તા.૫/૫/૨૦૧૮
નશાખોરીને ડામવા માટે NCB સક્રિય થયું છે. NCB દ્વારા ૯ કિલો ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેની મદદથી ૨ આરોપી સહિત ૯ કિલો ચરસનો જથ્થો ઝડપાયો છે. પકડાયેલ ચરસની આંતરરાષ્ટીય બજારમાં કિંમત એક કરોડ રૂપિયા કરતા વધુ આંકવામાં આવી રહી છે.
આ ચરસ નેપાલ બોર્ડરથી ગુજરાત લાવવામાં આવ્યું હતું. NCB તપાસમાં ચરસ કશ્મીરી હોવાનો ખુલાસો થયો છે. ગોરખપુર-ઓખા એક્સપ્રેસમાં આરોપીઓ ચરસની કરી હેરાફેરી રહ્યાં હતા.
મહત્વનું છે કે, આ પ્રકારે ટ્રેનમાંથી ૯ કિલો ચરચ પકડાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગોરખપુર-ઓખા એક્સપ્રેસ દ્વારા જ્યારે ૨ આરોપીએ કશ્મીરી ડ્રગ્સને નેપાળ બોર્ડરથી ગુજરાત લાવવામાં આવ્યું હતું.
પરંતુ આ ચરચની બીજે ક્યાંક હેરાફેરી થાય તે પહેલા જ એ RPFની મદદથી ૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"