નેશન ફર્સ્ટની નીતિ ટ્રેડ વોર વિકસતાં દેશો માટે ભયાનક છે…!!?

0
72

ટ્રેડ વોર કેટલું ભયાનક છે, તે તો સમય આવે અમેરિકા અને ચીનને સમજાશે. પણ હાલ અમેરિકા અને ચીન સામસામે આવી ગયાં છે. અમેરિકાના તમામ પગલાઓનો વળતો જવાબ ચીન સક્ષમતાથી આપી રહ્યો છે. આર્થિક સુધારા અને ફ્રી ઈકોનોમીના પાઠ ભણવાતા વિકસિત દેશો આયાત ડયૂટી લાદીને પોતપોતાના દેશની ઈકોનોમીને બચાવવા અને નેશન ફર્સ્ટની લાગણી ઉભી કરી રહ્યાં છે. ટ્રેડ વોરની અમેરિકા કરતાં ચીનની ઈકોનોમી પર વધુ ગંભીર અસર જોવા મળશે, અને તેના છાંટા ભારત સહિત અન્ય વિકસતા જતાં દેશો પર પડી શકે છે.
ગુરુવારે જ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની ૩૪ પ્રોડક્ટ પર ૩૪ અબજ ડાલર(૨.૩૪ લાખ કરોડ રૂપિયા)ની ડયૂટી લાદી છે અને તેનો શુક્રવારથી અમલ પણ કરાવી દીધો છે. બ્લૂમબર્ગનો રીપોર્ટ છે કે આગામી બે સપ્તાહમાં ૧૬ અબજ ડાલરની ટેરિફ વધુ લગાવશે. ટ્રમ્પે અગાઉ લગાવેલ ટેરિફ અને ગુરુવારે લગાવેલ ટેરિફ મળીને કુલ ૫૫૦ અરબ  ડોલર સુધી પહોંચી ગઈ છે. આ રકમ ચીનના અમેરિકાના કુલ વાર્ષિક નિકાસની રકમ કરતાં વધુ છે.
અમેરિકાએ ‘નેશન ફર્સ્ટ’ની નીતિ અખત્યાર કરી છે. જે પછી ચીનની આયાત થતી પ્રોડક્ટ પર ડ્યૂટી નાંખવાની શરૂઆત કરી, તેના વળતા જવાબમાં ચીને પણ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદી. આમ સીલસીલો ચાલુ થયો, અને ટ્રેડ વારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ચીનના રાષ્ટપતિ શી જિનપિંગે તો જાહેરમાં કહ્યુ હતું કે તેઓ પોતાની ઈકોનોમીના દ્વાર ખોલવા માટે તૈયાર છે. અને તેઓ અમેરિકા સહિત ભારતની વેપાર ખાદ્ય ઓછી કરવાની દિશામાં કામ પણ કરી રહ્યા છે.
ચીનને ના છૂટકે અમેરિકાના ટ્રેડ વારનો જવાબ આપવો પડી રહ્યો છે. દેશના લોકો અને દેશ હિતની સુરક્ષા માટે ચીન જવાબ આપી રÌšં છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રીયલ મશીનરી, મેડિકલ ડીવાઈસીસ અને ઓટો પાટ્‌ર્સ પર ૨૫ ટકા જેટલી જંગી ડયૂટી લાદી છે. તેની સાથે અમેરિકાએ ભારતની ટ્રેડ પાલીસી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમનો આરોપ હતો કે ભારતે અમેરિકાથી આયાત થતી કેટલીક પ્રોડક્ટ પર ૧૦૦ ટકા ટેરિફ લાદી છે. જે લોકો અમેરિકાને લૂંટી રહ્યા છે, તેના દેશોને ટ્રમ્પે ધમકી આપી હતી, કે હવે બહુ લાંબુ ચાલશે નહી. ટ્રેડ બેલેન્સ કરવાની વાત કરીને ટ્રમ્પે તમામ દેશોને સંદેશો આપી દીધો હતો.
અમેરિકા તેની રીતે સાચું હોઈ શકે. આંકડા જાઈએ તો અમેરિકાને ગત વર્ષે ચીન સાથેના વેપારમાં ૫૦ હજાર કરોડ ડાલરનું નુકશાન ભોગવ્યું હતું. યુરોપિયન યુનિયન સાથેના વેપારમાં વીતેલા વર્ષે ૧૫,૧૦૦ કરોડ ડોલરનું નુકશાન થયું હતું. આ બન્ને દેશો અમારી પ્રોડક્ટ પર વધારે ડયૂટી વસુલે છે. જ્યારે અમેરિકા આ દેશોની પ્રોડક્ટ પર સાવ મામુલી ડ્યૂટી વસુલે છે. આ તો અન્યાય છે જપ પણ ટ્રમ્પે વાતચીત દ્વારા રસ્તો કાઢવો જાઈએ. ટ્રેડ વારએ ખોટો રસ્તો છે. અમેરિકાની ઈકોનોમીને બચાવવા તેમના માટે પ્રાયોરીટી હોય પણ તેમણે સાથે બીજા દેશોની ઈકોનોમીનો પણ વિચાર કરીને પગલા લેવા જાઈએ.
અમેરિકાએ સમજી લેવું જાઈએ કે તેઓ જે પગલા ભરશે તેની અસર વિશ્વના અન્ય દેશો અને ખાસ કરીને એશિયાના દેશો પર પડશે. જેથી ટ્રેડ વાર શરૂ કરતાં અગાઉ તેમણે વાતચીત કરવી જાઈએ. અમેરિકાના રોકાણકારોએ ભારત અને ચીનમાં જંગી મૂડીરોકાણ કર્યું છે. તેમનો પણ વિચાર કરવો જાઈએ. આયાત ડયૂટી લાદ્યા પછી વિદેશી રોકાણકારો અને ભારત અને ચીનની કંપનીઓ પર માઠી અસર પડે જ. તેમનો બિઝનેસ પણ ઘટ્યો હશે. અમેરિકાના આ ટ્રેડ વોોરને કારણે હવે કોઈ દેશ અમેરિકામાં રોકાણ કરવા કે તેની સેવા વેચવા જશે નહી. અને અમેરિકાની કંપનીઓ પણ ભારત કે ચીનમાં રોકાણ કરવા આવશે નહી. આની લાંબાગાળે ખુબ મોટી ગંભીર અસર જાવા મળશે. અમેરિકાને ભલે લાગતું હોય કે ટેરિફ વધારીને તેઓ પોતાના દેશને બચાવી લેશે, પણ લાંબાગાળે ઈકોનોમી પર ગંભીર વિપરીત અસર ઉભી થશે.
મળતાં સમાચાર મુજબ ટ્રેડ વોર માંં રશિયા પણ કૂદી પડ્યું છે. ૬ જુલાઈએ રશિયાએ અમેરિકા આયાત થતા કેટલાક સામાન પર આયાત ડયૂટી ૨૫ ટકાથી વધારીને ૪૦ ટકા કરી નાંખી છે. અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન ચાઈનાના ચેરમેને ગ્લોબલ ટાઈમ્સને આપેલ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે આવી રીતના ટ્રેડ વારમાં કોઈ વિજેતા નહી થાય. કાઉન્ટર પ્રોડક્ટિવ આયાત ટેરિફથી ફકત અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાઓને નુકશાન થશે. અને તેનાથી દુનિયાના તમામ દેશને અસર થશે.
અમેરિકાએ શરૂ કરેલ ટ્રેડ વોરને કારણે ચીનમાં બિઝનેસ કરી રહેલી અમેરિકી કંપનીઓ ચિંતામાં આવી ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચેની તંગદિલીથી તેમને નવું કામ કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે, અને અવિશ્વાસ સર્જાયો છે. જા આ ટ્રેડ વોર લાંબુ ચાલશે તો બન્ને દેશોની ઈકોનોમીને નુકશાન જ થવાનું છે. તેના કરતાં બન્ને દેશો સામસામે બેસીને તેનો ઉપાય શોધી કાઢવો જાઈએ.
ફ્રી ટ્રેડ ઝોનથી દેશ અને દુનિયાનો વિકાસ શક્ય છે. ટેકનોલોજી એક દેશમાંથી બીજા દેશમાં જાય તો જ તેનો વિકાસ થાય. પણ અમેરિકા જેવા દેશે વગર વિચારે ટેરિફ વધારીને બીજી કોઈ રીતથી જ બદલો લઈ રહ્યું હોય તેમ લાગે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY