નેત્રંગ ગામમાંથી પહેલી વખત ગામનો યુવાન જીપીએસસી પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર બન્યો

0
278

નેત્રંગ,
૧૪/૦૩/૨૦૧૮

ગુજરાત રાજ્યમાં જીપીએસસીનું પરીણામ આવતા તેમાં 534.25 માર્ક્સ મેળવી બીજા ક્રમે આવેલ છે.

તેના દાદાએ પહેલા ધોરણથી જ કલેક્ટર બનવા માટે કહેતા પરિશ્રમ કરી અને હિંમત નહીં હારી સપનું પૂર્ણ કર્યું હતું.

નેત્રંગ ગામમાં રહેતા અનાજ કઠોળનો વેપાર કરતા જૈન સમાજના યુવાનએ હાલમાં જ પ્રથમ વખત જીપીએસસીની લેખિત અને પ્રિલીમ પરીક્ષા આપી હતી તેનું પરિણામ જાહેર થતા તેમાં ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થતા ખરેખર નેત્રંગ ગામને પણ ગૌરવ આપી પહેલી વખત ડેપ્યુટી કલેકટર ગામના યુવાનો બનતા હર્ષની લાગણી અનુભવાય રહી છે.

અલગઅલગ પોસ્ટ માટે સપ્ટેબર મહિનામાં પરીક્ષાઓ લેવાય હતી તેમાં 1.71 લાખ વિદ્યાર્થીઓએ પ્રિલીમ પરીક્ષા આપી હતી.તેમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના ઉમેશ પ્રકાશભાઈ શાહે પણ જીપીએસસીની પરીક્ષા આપેલી હતી.2004 પછી જીપીએસસીની પ્રથમ 2016-17માં પરીક્ષા હતી અને હાલ ફરી બીજી વાર 2017-18માં પરીક્ષા લેવાતા તેનું પરિણામ વહેલું આવતા તેમાં કુલ 335 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને નેત્રંગ ગામના  ઉમેશ શાહે રાજ્યમાં બીજા ક્રમે આવી ગામમાંથી પહેલી વખત ડેપ્યુટી કલેકટર બનેલ છે.ઉમેશ શાહ દિલ્હી ખાતે યુપીએસસીની પરીક્ષામાં પણ બે વખત ઈન્ટરવ્યુ લેવલ સુધી પહોંચેલ પરંતુ જનરલ કેટેગરીને કારણે તેનું સિલેક્શન થયેલ નહિ તેમ છતાં હિંમત નહિ હારી ખૂબ પુરુષાર્થ કરી તેના દાદા મોતીલાલજીએ આપેલ લક્ષ્યને પાર કરી ડેપ્યુટી કલેક્ટર બની સફળ કારકીર્દીની સીડીઓ ચડી છે.તેણે નેત્રંગ ગામના યુવાનોને એક સફળતા માટે ચાવી આપી હતી કે તમે ગમે તેટલી વાર નિષ્ફળ થાવ પરંતુ હિંમત નહીં હારો અને પુરુષાર્થ કરતા રહો સફળતા તો તમને મળસેજ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY