લોકડાઉનમાં ફિટનેસ બરાબર થઈ પરંતુ બોલિંગની લય બગડી ગઈ : શમી

0
57

નવી દિલ્હી,તા.૧૦
પોતાના રિવર્સ સ્વિંગથી ભલભલા બેટ્સમેનોના હોશ ઉડાડી દેનાર મોહમ્મદ શમીએ જણાવ્યું છે કે લોકડાઉનમાં તેની ફિટનેસ બરાબર થઈ છે પરંતુ તેની બોલિંગની લય બગડી ગઈ છે. શમીએ કહ્યું કે કોરોના વાયરસ અને લોકડાઉનથી થાકેલા શરીરને આરામ અને મજબૂત થવાનો સમય મળ્યો છે. પરંતુ તેને ડર છે કે લાંબા વિરામથી તેના લય પર વિપરીત અસર થઈ શકે છે. શમીએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અન્ય મહાનગરોમાં રહેતા બીજા ભારતીય ક્રિકેટરો કરતા તે સારી સ્થિતિમાં છે અને સાહસપુરમાં તેના પૂર્વજોના ખુલ્લા આંગણામાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેણે ઘરની અંદર એક નાનું ક્રિકેટ મેદાન બનાવી દીધુ છે.
જ્યાં તે નિયમિત પ્રેક્ટિસ કરે છે. મોહમ્મદ શમીએ લોકડાઉન સમયે કહ્યું હતું કે ‘તમે તેને બે રીતે જોઈ શકો છો. ભારતીય ટીમનું સમયપત્રક હંમેશા વ્યસ્ત રહે છે અને આ વિરામથી થાકેલા શરીરને આરામનો સમય મળ્યો છે. ‘ શમીએ કહ્યું, ‘એક તરફ તમે શારીરિક રીતે વધુ ફીટ અને મજબૂત બન્યા પરંતુ લાંબા ગાળે રમ્યા વિના લય ગાયબ જાય છે. આ તફાવત છે. લોકડાઉનથી ફાયદાઓ અને ગેરલાભો તમે તમારા શરીરની સંભાળ કેવી રીતે લઈ રહ્યા છો તેના પર નિર્ભર છે. ભારત માટે ૪૯ ટેસ્ટમાં ૧૮૦ વિકેટ ઝડપી ચૂકેલા આ બોલરે કહ્યું કે જ્યારે પણ બીસીસીઆઈ શિબિર શરૂ કરશે ત્યારે તેનો ફાયદો થશે.
તેણે કહ્યું, ‘મને ચોક્કસ ફાયદો છે કારણ કે હું નિયમિત પ્રેક્ટિસ કરું છું. આ ઇજાને કારણે પ્રાપ્ત થયેલ બ્રેક્સથી અલગ છે. હું એક લયમાં રહ્યો છું અને કોઈ જડતા અનુભવતો નથી. સમયની સાથે લય પણ મળી જશે. શમીએ એમ પણ કહ્યું કે તે લાળ વગર લાલ દડો કેવી રીતે દેખાશે તે અનુમાન કરી શકતો નથી. શમીએ એવું પણ કહ્યું હતું કે નેટ પર તેણે જૂના બોલથી પ્રેક્ટિસ કરી નહોતી. તેણે કહ્યું, ‘જો પરિસ્થિતિઓ તમે ઇચ્છો તે રીતે નહીં હોય, તો તમે જૂના બોલથી પ્રેક્ટિસ કરી શકતા નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY