કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૨૭ હજાર કેસ,૫૧૯ના મોત

0
55

ન્યુ દિલ્હી,તા.૧૧
અનલોક-૨ના ૧૦મા દિવસે શુક્રવારે કોરોના વાઇરસે ભારતમાં હાહાકાર મચાવીને એક જ દિવસમાં ૨૭ હજાર કરતાં વધારે કેસો નોંધાયા છે, જે અત્યારસુધીમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ છે,. આજે શનિવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૫૧૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સાથે જ કુલ કેસ વધીને ૮ લાખની ઉપર પહોંચી ગયો છે. કુલ કેસો હવે ૮ લાખ ૨૨ હજાર ૬૦૩ થયા છે. સારવાર હેઠળના કેસો વધીને ૨,૮૩,૮૭૫ પર પહોંચ્યા છે. જ્યારે સારવાર લઇને સાજા થયેલા લોકોની સંખ્યા ૫,૧૬,૨૦૬ પર પહોંચી છે. જે સારવાર હેઠળના કેસો કરતાં લગભગ બમણાંની નજીક છે. કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૨૧૨૩ સુધી પહોંચી ગઈ છે.
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો હોય તેમ અમેરિકા અને ભારતે જાણે કે એક સાથે કેસોમાં રેકોર્ડ બનાવ્યો હોય અમેરિકામાં એક જ દિવસમાં ૭૦ હજાર કરતાં વધુ કેસો તો ભારતમાં પણ એક જ દિવસમાં ૨૭ હજાર કરતાં વધુ કેસો નોંધાતા સત્તાવાળાઓમાં ચિંતા વ્યાપી છે. પૂણે અને પટણા સહિત કેટલાક શહેરોમાં આંશિક લોકડાઉન લગાવવાની ફરજ પડી છે.
દરમ્યાન, દેશમાં કોરોનાના કેસો વધવાની સાથે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૮,૨૦,૯૧૬ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૨૭૧૧૪ નવા કેસ નોંધાયા છે. મૃત્યુઆંક વધીને ૨૨,૧૫૨ પહોંચી ગયો છે. આ સાથે જ ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે યૂપીમાં ૫૫ કલાક માટેનું લૉકડાઉન લાગૂ કરાયું છે તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે પુનામાં ૧૦ દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે. કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા ત્રણ દિવસમાં ૧ લાખને પાર કરી ચૂકી છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૨.૭૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૮૭૩ લોકો સાજા થયા છે. આ સાથે જ આ સાજા થયેલા લોકોનો આંકડો વધીને ૫,૧૫,૩૮૬ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના સારવાર હેઠળના કેસો એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૨,૧૨૩ સુધી પહોંચી ગઈ છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૩૮૪૬૧ કેસ નોંધાયા છે જ્યારે ૯૮૯૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૦૨૬૧ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૮૨૯ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૦૯૧૪૦ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૪૦૧૫૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૨૦૨૪ લોકોના મોત થયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY