દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

0
58

ન્યુ દિલ્હી,તા.૧૧
કોરોના વાયરસની મહામારીને જોતા જિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે નક્કી કર્યું છે કે તેમની કોઈ સ્ટેટ યુનિવર્સિટીમાં હાલ કોઈ પરીક્ષાનું આયોજન નહીં કરવામાં આવે. તેમાં છેલ્લા વર્ષની પરીક્ષા પણ સામેલ છે. સ્ટુડન્ટ્સને ડિગ્રી યુનિવર્સિટી દ્વારા નક્કી મૂલ્યાંકન માપદંડોના હિસાબથી જ આપવામાં આવશે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ જાહેરાત કરી.
દિલ્હી સરકારની આઈપી યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી, ડીટીયુ તથા અન્ય સંસ્થાઓમાં પરીક્ષા નહીં યોજાય. પરંતુ દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) સાથે જોડાયેલા દિલ્દી સરકારની કોલેજો વિશે કેન્દ્રએ નિર્ણય લેવાનો રહેશે. દિલ્હી સરકારનું માનવું છે કે આવી સ્થિતિમાં જે સેમેસ્ટરમાં ભણાવાયું નથી તેમની પરીક્ષા લેવી મુશ્કેલ છે. સરકારનું માનવું છે કે આ સમયે મોટા નિર્ણય લેવા જોઈએ.
મનીષ સિસોદિયાએ તેની જાણકારી પ્રેસ કોન્ફરન્સમાં આપી. તેમણે કહ્યું કે, આખું સેમેસ્ટર અભ્યાસ નથી થયો તો એવામાં પરીક્ષા કેવી રીતે. તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીઓને એમ પણ કહેવાયું છે કે ડિગ્રી રોકીને ન રાખે. તેમણે જણાવ્યું કેસ અરવિંદ કેજરીવાલે દિલ્હી સાથે બાકીના રાજ્યોની પણ કેન્દ્રિય યુનિવર્સિટીઓને પરીક્ષા કેન્સલ કરવા માટે પત્ર લખ્યો છે.
આ પહેલા એચઆરડી મિનિસ્ટ્રીએ સોમવારે જાહેરાત કરી હતી કે યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં કરાવવામાં આવશે. આ પરીક્ષા જુલાઈમાં થવાની હતી, પરંતુ કોરોનાની મહામારીના કારણે તેને સપ્ટેમ્બરના અંત સુધીમાં ટાળી દેવામાં આવી. જોકે યુસીજીની નવી ગાઈડલાઈન્સ મુજબ, સપ્ટેમ્બરમાં છેલ્લા વર્ષની પરીક્ષામાં ભાગ ન લેનારા વિદ્યાર્થીઓને અન્ય તક મળશે અને યુનિવર્સિટી માટે સ્પેશિયલ પરીક્ષા લેવાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY