કોરોના છેલ્લા ૧૦૦ વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ : આરબીઆઇ ગવર્નર

0
50

 

ન્યુ દિલ્હી,તા.૧૧
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સાતમી એસબીઈ બેક્નિંગ એન્ડ ઈકોનોમિક કોક્નલેવમાં સંબોધન કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બે દિવસીય કોક્નલેવમાં તેમણે અર્થવ્યવસ્થાને લઈ મોટી વાત કહી હતી.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોવિડ-૧૯ છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. તેનાથી ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટિવ પ્રભાવ પડયો છે. તેણે વિશ્વભરમાં વર્તમાન વ્યવસ્થા, શ્રમ અને કેપિટલ મૂવમેન્ટને ઓછી કરી છે.
તેમણે જણાવ્યું, ફેબ્રુઆરી ૨૦૧૯થી અમે કોવિડ-૧૯ની શરૂઆત સુધીમાં અમે રેપોરેટમાં ૧૩૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. મંદીનો સામનો કરવા આ ઘટાજો કરવામાં આવ્યો હતો. તે સમયે જે લાગી રહ્યું હતું તેને અમે એમપીસી પ્રસ્તાવમાં વિસ્તારથી જણાવ્યું હતું. તમે જાણો કે એમપીસી નિર્ણય લીધો કે રેપોરેટમા ૧૧૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાશે. તેથી ફેબ્રુઆરી ૨૦૧૯થી આરબીઆઈએ ૨૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે.
આરબીઆઈ ગવર્નર મુજબ, કોરોના કાળે લોકોના જીવન અને રોજગારી પર ખતરો ઉભો કર્યો છે. આ સ્થિતિમાં રિઝર્વ બેંકના આ ઉપાયો મંદ પડી ગયેલી આર્થિક ગતિવિધિને વધારવા માટે હતા. આરબીઆઈ માટે આર્થિક વિકાસ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જેના માટે જરૂરી તમામ પગલા લેવામાં આવશે.
શક્તિકાંત દાસના કહેવા મુજબસ કોરોના મહામારી આપણી આર્થિક અને નાણાકીય વ્યવસ્થાની મજબૂતી તથા લચીલાપણાને પારખવા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ છે. જોખમોને ઓળખવા માટે આરબીઆઈએ પોતાનું મોનિટરિંગ તંત્ર વધારે મજબૂત કર્યુ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY