જાહેર હિસાબ સમિતિ પીએમ કેર્સ ફંડની તપાસ નહિ કરે

0
75

ન્યુ દિલ્હી,તા.૧૧
જાહેર હિસાબ સમિતિ કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા લેવાયેલા પગલાં અને આ સંકટથી બચવા માટે તૈયાર કરાયેલા પીએમ કેયર્સ ફંડની તપાસ કરશે નહીં. સમિતિ બેઠકમાં આ વિશે દરેક સભ્યોની સંમતિ બનાવવામાં સફળ રહી નથી, જાહેર હિસાબ સમિતિ સૌથી મુખ્ય સંસદીય સમિતિમાંની એક છે. આ ઓડિટર જનરલની તરફથી રજૂ કરાયેલા રિપોર્ટની તપાસ કરે છે. પીએસી ૨જી સ્પેક્ટ્રમ જેવા કેસની તપાસ કરી ચૂકી છે.
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ સભ્યોને દેશ વિશે વિચારવાની અને પોતાના અંતરાત્માની સાથે કામ કરવા અને આ મહત્વના વિષય પર સામાન્ય સહમતિ બનાવવાની અપીલ કરી હતી. ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા છે. સૂત્રોના આધારે પીએસીમાં બેઠકમાં સામેલ બીજેપીના સભ્યો સ્પષ્ટ રીતે કોરોના સંકટના સરકારી ભાગની તપાસને અધીર રંજન ચૌધરીના પ્રસ્તાવને રોક્યો હતો. બેઠકમાં પીએસીમાં સામેલ બીજેપીના દરેક સભ્યો હાજર હતા.
વિપક્ષના નેતાનો દાવો છે કે ભાજપ કોરોના મહામારી અને તેની સાથે લડવા માટે લેવાયેલા પગલાની તપાસથી એટલા માટે બચવા ઈચ્છે છે કે તેમાં પીએમ કેર ફંડ્સ પર નજીકથી નજર રાખી શકાય છે. પીએમ કેયર ફંડ કૈગની તપાસમાં આવતું નથી. બીજુ જનતા દળના નેતા ભૃતહરિ મહતાનીથી ભાજપને સમર્થન મળ્યું છે. પ્રસ્તાવના સમર્થનમાં વિપક્ષનું સંખ્યા બળ હતું, ડીએમકે નેતા ટીઆર બાલૂ એ લોકોમાંથી હતા જેઓએ વિપક્ષના પ્રસ્તાવનું સમર્થન કર્યું.
સંસદીય સમિતિની બેઠકમાં બીજેપીની અધ્યક્ષતા કરી રહેલા વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવને પીએમ કેયર ફંડની તપાસના પ્રસ્તાવને એમ કહીને નકાર્યો કે પીએમ કેયરની ફંડિંગ સંસદ દ્વારા સ્વીકૃત નથી અને સાથે આ કારણે જાહેર હિસાબ સમિતિ આ કેસની તપાસ નહીં કરી શકે. આ નિર્ણય બાદ જાહેર હિસાબ સમિતિ દુનિયાની સૌથી મોટી લૉકડાઉન અને કોરોના વાયરસની સામે લડવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંની તપાસ અને વિશ્લેષણ કરી શકશે નહીં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY