વિદેશી મુદ્રાનો ભંડાર નવી ઉંચાઈએ, એક સપ્તાહમાં ૬.૪૭ અબજ ડોલરનો વધારો

0
52

 

ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફરી એક વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડાઓ પ્રમાણે વિદેશી મુદ્રા ભંડાર ૬.૪૭ અબજ ડોલરની મોટી વૃદ્ધિ સાથે ૫૧૩.૨૫ અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે આ દરમિયાન ગોલ્ડ રિઝર્વ ભંડાર ૪૯.૫ કરોડ ડોલર વધીને ૩૪.૦૨ અબજ ડોલર થઈ ગયો છે. આ આંકડો ત્રણ જુલાઈના રોજ સમાપ્ત થયેલા સપ્તાહનો છે.
અગાઉ ૨૬ જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૧.૨૭ અબજ ડોલર વધીને ૫૦૬.૮૪ અબજ ડોલર એ પહોંચ્યો હતો.
ગત પાંચ જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત ૫૦૦ અબજ ડોલરના સ્તરથી ઉપર ગયો હતો. તે સમયે ૮.૨૨ અબજ ડોલરની જોરદાર વૃદ્ધિ સાથે ૫૦૧.૭૦ અબજ ડોલર એ પહોંચ્યો હતો.
ભારતીય રિઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૬૪.૯ અબજ ડોલરનો વધારો થયો જ્યારે ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષ દરમિયાન તેમાં ૧૧.૭ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વિશ્વના અનેક મોટા દેશથી વધારે થઈ ગયો છે.
વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય કોઈ પણ દેશની ઈકોનોમી માટે સારી વાત છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY