કોરોના બિમારીથી સાજા થયેલા લોકોને આમંત્રણ આપશે સરકાર

0
54

ન્યુ દિલ્હી,તા.૧૧
કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આ વખતે ૧૫ ઓગષ્ટે લાલ કિલ્લા પર અલગ જ અંદાજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે.
આ વખતે ઉજવણીમાં બહુ મર્યાદિત લોકોને સામેલ થવા દેવામાં આવશે.જેમાં કોરોના સામે જંગ લડી રહેલા કોરોના વોરિયર અને આ બીમારીથી સાજા થયેલા લોકોને ઉજવણીમાં સામેલ થવા માટે આમંત્રણ અપાશે. આ વખતે કુલ આમંત્રિતોની સંખ્યા માત્ર ૧૫૦૦ જ રહેશે.
સૂત્રોના કહેવા પ્રમાણે ધ્વજારોહણ, પરેડ અને પીએમ મોદીનો રાષ્ટ્ર જોગ સંદેશ પહેલાની જેમ જ હશે.જોકે દર વર્ષે લગભગ ૧૦૦૦૦ લોકો આ કાર્યક્રમમાં સામેલ થતા હોય છે.તેની જગ્યાએ માત્ર ૧૫૦૦ લોકોને આમંત્રણ આપવાની વાત છે.આ તમામ લોકો કોરોના સામેના જંગ સાથે સંકળાયેલા હશે.જેની પાછળનો હેતુ કોરોના વોરિયર્સનુ મનોબળ વધારવાનો છે.
દર વર્ષે પીએમના સ્ટેજની બંને તરફ ૮૦૦ ખુરશીઓ મુકાતી હતી.આ વખતે માત્ર ૧૫૦ ખુરશીઓ મુકાશે.જેટલા પણ વીવીઆઈપી ઉપર બેસતા હતા તે આ વખતે મેદાનમાં બેસશે.૪૦૦૦ જેટલા સ્કૂલના બાળકોની જગ્યાએ ૪૦૦ જેટલા એનસીસી કેડેટને જ બોલાવાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY