૨૦૨૧ પહેલાં કોરોનાની રસી નહીં બને : સંસદીય પેનલ

0
76

ન્યુ દિલ્હી,તા.૧૧
વૈશ્વિક મહામારી કોરોના વાયરસની રસીને લઇને ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ શુક્રવારે એક સંસદીય પેનલ સમક્ષ રજૂ થયેલા અધિકારીઓએ કહ્યું કે કોરોના વાયરસની રસી આગામી વર્ષ પહેલાં તૈયાર થશે નહી.
સંસદીય પેનલે જણાવ્યું કે કોવિડ ૧૯ની વેક્સીન આગામી વર્ષ સુધી બનાવી શકાશે. તમને જણાવી દઇએ કે ટેક્નોલોજી, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સંબંધી સંસદીય સ્થાઇ સમિતિની એક બેઠક શુક્રવારે આયોજિત કરવામાં આવી હતી. જેમાં કોરોના વેક્સીન બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશની અધ્યક્ષતા વાળી પેનલમાં બેઠક માટે છ અન્ય સભ્યો પણ સામેલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે ૨૫ માર્ચથી દેશવ્યાપી તાળાબંધી બાદ ચેનલની આ પહેલી બેઠક હતી. માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ સંસદઈય સમિતિની બેઠક ફરીથી શરૂ થતાં ખુશી વ્યક્ત કરી અને વિલંબ પર પરિસ્થિતિઓના નિયંત્રણથી પરે હોવાની વાત કહી.
વેંકૈયા નાયડૂએ કહ્યું કે દરેક સમિતિ દ્વારા કમને ફરીથી શરૂ કરવા માટે ઉત્સુક હતું, પરંતુ પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં ન હતી અને આપણે મજબૂર હતા. નાયડૂ સાથે બેઠકોનું આયોજન કરવાનો આગ્રહ કરતાં રમેશે ટ્વિટમાં કહ્યું કે સર હું તમને અનુરોધ કરીશ કે તમે ડિજિટલ બેઠકોને અનુમતિ આપો કારણ કે સંસદ આગામી ઓછામાં ઓછા એક મહિના સુધી શરૂ થવાની સંભાવના નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY