કોંગ્રેસના સાંસદોની બેઠકમાં માંગ, રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ બને

0
84

ન્યુ દિલ્હી,તા.૧૧
દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરવા માટે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે એક ઓનલાઈન બેઠક યોજી હતી.
મળતી વિગતો પ્રમાણે આ બેઠકમાં કોંગ્રેસના સંખ્યાબંધ સાંસદોએ માંગ કરી હતી કે, રાહુલ ગાંધીએ ફરી પાર્ટીનુ નેતૃત્વ સંભાળી લેવુ જોઈએ.કોંગ્રેસના સાંસદો ગૌરવ ગોગોઈ, કે સુરેશ , અબ્દુલ ખાલિક તથા બીજા કેટલાક સાસંદોએ રાહુલ ગાંધીને આગ્રહ કર્યો હતો કે, તેઓ ફરી કોંગ્રેસના અધ્યક્ષ બને. દિગ્વિજય સિંહે પણ આવી જ વાત કરી હતી.
આ બેઠકમાં કોંગ્રેસના સાંસદો અને નેતાઓએ લદ્દાખમાં ચીન સાથેના ટકરાવ, કોરોના સંકટના મુદ્દે સરકારને ઘેરવા માટેના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસની વર્િંકગ કમિટીની બેઠકમાં પણ રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગહેલોટે પણ આવી જ માંગ કરી હતી.જેનુ બીજા નેતાઓએ પણ સમર્થન કર્યુ હતુ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY