પોતાના દેશ પાછા જઈ શકશે વિદેશી જમાતી, કોર્ટે શરત સાથે આપી મંજૂરી

0
50

ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં સામેલ થયેલા વિદેશી જમાતીઓને સરકારે પોતાના દેશ પરત જવાની મંજૂરી આપી દીધી છે. શનિવારે દિલ્હી પોલીસની ચાર્જશીટ પર સુનાવણી કરતી વખતે નીચલી કોર્ટે તમામ જમાતીઓને દંડ જમા કરાવીને પોતાના દેશ પરત જવાની મંજૂરી આપી છે.
મલેશિયાના ૧૨૧ અને સાઉદી અરેબિયાના ૧૧ વિદેશી નાગરિકોએ લોકડાઉનના નિયમો અને વિઝાના ધોરણોનું ઉલ્લંઘન કરવાના પોતાના ગુનાઓ દંડની રકમ જમા કરવા સાથે સ્વીકાર્યા જેથી તેમને સજાના ભાગરૂપે માત્ર ૭,૦૦૦થી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ ભરવી પડશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે મરકજ મામલે ૯૫૬ વિદેશીઓ વિરૂદ્ધ નીચલી કોર્ટમાં ચાર્જશીટ નોંધાવી હતી. ટ્રાયલ કોર્ટમાં અરજીની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપી ભારત નહીં છોડી શકે તેમ કહેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ હવે પોલીસે વિદેશીઓના પ્લીડ ગિલ્ટી, મતલબ કે દંડની રકમ ભરવાની શરત પર નીચલી અદાલતમાં સુનાવણી દરમિયાન અપરાધ સ્વીકાર મામલે કોઈ વાંધો નહોતો નોંધાવ્યો. આ કારણે વિદેશીઓ હવે દંડની રકમ ભરીને ભારતથી પોતાના દેશ પરત જઈ શકશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY