શ્રી માધવ વિધાપીઠ કાકડકુઇમાં નિશુલ્ક સવઁરોગ નિદાન કેમ્પ યોજાયો

0
176

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા શ્રી માધવ વિધાપીઠ કાકડકુઇમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયન,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને શ્રી યુવા મિત્ર મંડળ સહિત જયાબેન મોદી હોસ્પિટલ ધ્વારા સવઁરોગ નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વનવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ,
વાલીયા,ઝઘડીયા,ડેડીયાપાડા અને ઉમરપાડા તાલુકાના ૯૦૦ જેટલા દદીઁઓએ લાભ લીધો હતો,જ્યારે ૪૫૦ જેટલા દદીઁઓને વધુ સારવાર અથઁ જયાબેન મોદી અને સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે રીફર કરવામાં આવ્યા હતા,જેમાં જરૂરી ઓપરેશન વિનામુલ્યે દદીઁઓને સંસ્થા ધ્વારા કરી આપવામા આવનાર છે,જ્યારે સવઁરોગ નિશુલ્ક નિદાન કેમ્પમાં આંખ,હ્રદય,લીવર,કીડનીને લગતા રોગના ૩૩ જેટલા નિષ્ણાત તબીબી સહિત મેડીકલ ટીમો ધ્વારા દદીઁઓને તપાસણી અને સારવાર કરી જરૂરી માગઁદશઁન પુરૂ પાડ્યુ હતુ,

જે પ્રસંગે ભરૂચ ડેપ્યુટી કલેકટર, નેત્રંગ મામલતદાર બી.કે.તડવી,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયનના પ્રમુખ મહેશભાઇ પટેલ,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજભાઇ અંટાળા,માધવ વિધાપીઠના ટ્રસ્ટી ધનજીભાઇ ઝડફીયા,વિજયસિંહ સુરતીયા સહિત કાકડકુઇ ગ્રા.પંચાયતના સરપંચ ગોતમભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે મેડીકલ કેમ્પમાં પોતના આરોગ્યની તપાસણી અને સારવાર કરાવી દદીઁઓમાં પણ આનંદ વ્યાપી જવા માંડ્યો હતો

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY