નીરવ મોદી સામે ટૂંકમાં રેડ કોર્નર નોટિસ જાહેર થાય તેવી શક્યતા

0
54

ન્યુ દિલ્હી,તા.૨૩
રૂ.૧૩૫૦૦ કરોડના પીએનબી કૌભાંડને મામલે તપાસ કરી રહેલી સીબીઆઈ દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજાથી સંતુષ્ટ ઇન્ટરપાલ જલદી જ ભાગેડુ નીરવ મોદી વિરુદ્ધ રેડ કાર્નર નાટિસ જારી કરે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સીબીઆઇ દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજામાં મુંબઈની વિશેષ અદાલત દ્વારા જારી કરવામાં આવેલા બિનજામીનપાત્ર વારંટ, કેસને મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશિટ વગેરેનો સમાવેશ થતો હતો.
દસ્તાવેજા યોગ્ય જણાયા હતા અને સીબીઆઈની વિનંતી પર ધ્યાન આપી રહેલી લિયોનસ્થિત ઈન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન એજન્સી તેનાથી સંતુષ્ટ થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર આ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને જા છેલ્લી ઘડીએ કોઈ ખુલાસો માગવામાં ન આવે તો એકાદ દિવસમાં જ કે પછી આવતા અઠવાડિયાના આરંભમાં ઈન્ટરપાલ દ્વારા નિરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નાટિસ બહાર પાડવામાં આવે એવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર વિદેશ ખાતા, સીબીઆઈ અને અન્ય તપાસ એજન્સીની મળનારી બેઠકમાં નિરવ મોદીના અલગ અલગ અનેક પાસપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY