“ઇન્ડિયન વેલેન્ટાઈન ડે એટલે કે ભગતસિંહ – સુખદેવ – રાજગુરુ શહાદત દીન” આજે દુનિયા માટે
વેલેન્ટાઈન ડે હશે પરંતુ ભારત દેશ તેના વીર સપુત ભગતસિંહ – સુખદેવ – રાજગુરુ દ્રારા દેશની આઝાદી માટે વહોરેલી શહાદતના દિવસ તરીકે “ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ અને લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્રારા ઉજવવામાં આવ્યો. આજ રોજ સુરત શહેરના ગીતાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં હેલ્થ કેમ્પનું આયોજન કરી ઉપરોક્ત સંસ્થા દ્રારા ૫૫ લોકોની આરોગ્ય તપાસ કરી તેમને જરૂરી સારવાર કરવામાં આવી. તેમજ વિસ્તારના બાળકોને ચોકલેટ વહેંચીને આવનાર પેઢીને પણ ૧૪ મી ફેબ્રુઆરી એટલેકે શહાદત દિવસ તરીકે ઉજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત સંસ્થાના પ્રમુખ કમાન્ડન્ટ ડો.પ્રફુલભાઈ શિરોયા દ્રારા દર્દીઓને વિનામૂલ્યે તપાસી – સારવાર કરવામાં આવી હતી તેમજ તેમના દ્રારા જણાવવામાં આવ્યું હતું કે “શહીદ ભગતસિંહ – સુખદેવ – રાજગુરુની ત્રિપુટી ને આજ થી ૮૬ વર્ષ પહેલા એટલે કે ૧૪ ફેબ્રુઆરી ૧૯૩૧ ના રોજ બ્રિટીશ સરકાર દ્રારા ફાંસી ની સજા ફરમાવવામાં આવી હતી અને ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ આ ત્રણે સપૂતો એ હસતા હસતા દેશ માટે પોતાની જાતને કુરબાન કરી હતી તો આજનો દિવસ તેમને યાદ કરી દેશ માટે કઈક કરી છુટવા માટે હંમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આ કાર્યક્રમને સફળ કરવામાં દિનેશભાઈ પટેલ,નીલેશ વેજ્પરા,ભાવેશ માંગરોળીયા,ડો.રાજકિશોર બેહેરા,અશોકા બાડત્યા, કિશોર પટેલ, રાજેશ મેર, હંસરાજ, બગડા ઈશ્વર બેહેરા, જ્તીન્દ્રનાથ લેંકા હાજર રહયા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"