નોટબંધી સમયે રૂ.૧૦થી ૧પ લાખ જમા કરાવનાર ૬૦૦૦ લોકોને નોટિસ મળી

0
69

અમદાવાદ,
તા.૧૩/૦૩/૨૦૧૮

૮ નવેમ્બર, ર૦૧૭ના રોજ નોટબંધી જાહેર થયા બાદ શહેરના મોટા ભાગના લોકોએ જૂની નોટો બેન્કમાં જમા કરાવવા માટે લાઇન લગાવી હતી, જેની અસર હવે તેમને આઇટી વિભાગની નોટીસથી પડી છે. ઇન્કમટેક્સ વિભાગે બેન્કમાંથી મેળવેલા ડેટાના આધારે હવે નોટીસ ઇશ્યૂ કરવાની શરૂઆત કરી દીધી છે. શહેરના ૬૦૦૦થી વધુ લોકોને આઇટી વિભાગે નોટીસ ફટકારી છે.

નોટબંધી સમયે રૂ.૧૦થી ૧પ લાખની રકમ બેન્ક ખાતામાં જમા કરાવનારાઓને જે નોટીસ મળી છે તેમાં મોટા ભાગની મહિલાઓ અને નાના અને મધ્યમવર્ગના લોકો હોવાનું વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે. હજુ તબક્કાવાર વધુ ને વધુ લોકોને આઇટી વિભાગ સકંજામાં લેશે.

વિભાગનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જેમને નોટિસ મોકલવામાં આવી છે તેમણે સાત દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. જા તેઓ જવાબ નહીં આપે તો કુલ જમા કરેલી રકમ ઉપર ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી સાથે ૧૩૭ ટકા રકમની વસૂલી કરવામાં આવશે.

નોટબંધી બાદ આઇટી વિભાગે બેન્કમાંથી મળવેલા ડેટાના આધારે સૌથી પહેલા રાઉન્ડમાં એક કરોડથી વધુ રકમ ડિપોઝીટ કરાવનારાને નિશાને લીધા હતા. ત્યારબાદ રૂ.પ૦ લાખથી વધુ રકમની જૂની નોટો બેન્કમાં જમા કરાવનારાઓને વિભાગે નોટિસ પાઠવી હતી. ગત માસે ર૦ લાખથી વધુની ડિપોઝીટ કરાવનારાને નોટિસ પાઠવવામાં આવી હતી.

શરૂઆતના રાઉન્ડમાં રૂ.૪૦૦ કરોડનો ટેક્સ ઉઘરાવાયો હતો તે સમયે પણ એક કરોડથી વધુ રકમ ડિપોઝીટ કરનારાઓ પ૦૦૦થી વધુ લોકોને નોટીસ ફટકારી જવાબ લેવાયા હતા. જેમણે અગાઉ ક્્યારેય રિટર્ન ભર્યું નથી તેમણે રિટર્ન ભરવું પડશે. તેઓ આવકનો સોર્સ જણાવશે તો ૩૦ ટકા અને નહીં જણાવે તો ૬૦ ટકા ટેક્સ ભરવો પડશે છતાં કરદાતા રિટર્ન નહીં ભરે તો જ્યારે કેસની તપાસ થશે ત્યારે ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી સાથે ૧૩૭ ટકા સુધીની રકમ ભરવી પડશે. નોટબંધી સમયે કુટુંબની મોટા ભાગની મહિલાઓ કે જેમનાં બેન્ક ખાતામાં મામૂલી રકમ હતી તેમણે અચાનક મોટી રકમ એકસાથે ખાતામાં ભરાવવાના કારણે તેમને મળેલી નોટીસ નો હવે જવાબ-ખુલાસો કરવો પડશે અને ટેક્સ પણ ભરવો પડશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY