ઓલપાડના સાયણમાં જુગાર રમતાં ૭ પકડાયા

0
178
ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલા સુર્યમ રેસીડન્સીમાં રૃમમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી પાડી રોકડા રૃ. ૧૦,૨૩૦, સાત મોબાઈલ ફોન, ત્રણ બાઈક અને ઓટો રીક્ષા સહીત રૃ. ૧,૨૯,૫૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગાર રમાડનાર પોલીસની રેડમાં ભાગી જતા વોન્ટેડ જાહેર કર્યો હતો. સાયણ ગામે સુર્યમ રેસીડન્સીમાં ગ્રાઉન્ડ ફલોરના રૃમમાં કેટલાક શખ્સો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા ઓલપાડ પોલીસની ટીમે ગતરોજ સાંજના સાતેક વાગે છાપો માર્યો હતો. પોલીસે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હિતેશ બિપીનભાઈ પટેલ (ઉ.વ.૩૨, રહે. આદર્શનગર, સાયણ, તા.ઓલપાડ), કવિરાજ ગીંડ (ઉ.વ.૩૫, હાલ રહે-આદર્શનગર, સાયણ. મૂળ રહે-પોલસરા, જિ. ગંજામ, ઓરિસ્સા), સંગ્રામ પુન્નાચંદ્ર જૈના (ઉ.વ.૩૮, રહે-આદર્શનગર, સાયણ, મૂળ રહે-પાટલીપંક, જિ. કેન્દ્રપાડા, ઓરિસ્સા), મિટુ મીંગરાજ માંજી (ઉ.વ.૨૨, હાલ રહે-મિલનનગર સોસાયટી, રાંદર માતાના મંદિરની પાછળ, સાયણ. મૂળ રહે-મંડલ, જિ.કેન્દ્રપાડા, ઓરિસ્સા), દિવ્યેશ લલ્લુભાઈ પટેલ(રહે. સાયણ), ટુલ્લુ નરસુભાઈ પહાન(ઉ.વ.૩૨, હાલ રહે-આદર્શનગર, સાયણ, મૂળ રહે-કમળાયદર, જિ.ગંજામ, ઓરિસ્સા) અને રાહુલ દીલીપભાઈ સોનવણે(ઉ.વ.૨૦, રહે. સાયણ, નહેર કોલોની ૨૮ છાપરી) નાઓ રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારની બાજીમાંથી તેમજ અંગજડતીમાંથી રોકડા રૃ. ૧૦૨૩૦, સાત મોબાઈલ ફોન રૃ. ૯૩૦૦, ત્રણ બાઈક અને એક ઓટોરીક્ષા કિંમત રૃ. ૧,૧૦,૦૦૦ મળી કુલ રૃ. ૧,૨૯,૫૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સાતેય શખ્સની પુછતાછ કરતા બળવંત ઉર્ફે માંજરો સુરેશભાઈ ઠાકોર(રહે-સાયણ નહેર કોલોની) પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડતો હતો અને પોલીસ આવતા ભાગી ગયો હોવાની કબુલાત કરતા પોલીસે બળવંત માંજરાને વોન્ટેડ જાહેર કરી જુગારધારા કલમ ૪.૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY