ઓરી રૂબેલા રસીકરણ અભિયાનઃ ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે

0
72

ગાંધીનગર,તા.૧૬
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓરી અને રૂબેલા રસીકરણ કાર્યક્રમનો રાજ્યવ્યાપીનો પ્રારંભ કરાવ્યો છે. આ રસીકરણ કાર્યક્રમમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીનું એક પણ બાળક ઓરી રસીકરણથી વંચિત ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અંદાજે ૧.૫ કરોડ બાળકોને આવરી લેવામાં આવશે.
રૂપાણીએ રસીકરણનો પ્રારંભ ગાંધીનગરમાં સેક્ટર ૭ ની માધ્યમિક શાળાથી કરાવ્યો હતો. આ અવસરે તેમણે જણાવ્યું કે ઓરીનો ભોગ કોઇ પણ બાળક ન બને તેમજ સગર્ભા માતાને પણ કોઇ ચેપ ન લાગે અને જન્મજાત ખોડખાંપણ વાળું સંતાન ન અવતરે એ માટે આ ઓરી રૂબેલા રસીકરણ ૧ મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ કર્યું છે. હવે એને ઝુંબેશ સ્વરૂપે રાજ્યની તમામ શાળાઓમાં હાથ ધર ને આરોગ્ય વિભાગ ઓરી મુક્ત ગુજરાત માટે સંકલ્પબદ્ધ છે.
૨૦૨૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ અને રૂબેલા પરનું નિયંત્રણ સરકારનું ધ્યેય છે. દેશના ૨૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઇંજેક્ટેબલ રસિકરણ અભિયાનમાં ૯૫ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે. ગુજરાતમાં ૯ મહિનાથી લઇને ૧૫ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આ રસીકરણમાં આવરી લેવાશે. પહેલા બે અઠવાડિયા રાજ્યની ધોરણ ૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે.
ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્યકેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે. એક પણ બાળક ઓરી રૂબેલા રસીકરણથી બાકાત ન રહી જાય તે માટે પાંચમું અઠવાડિયું એવા રહી ગયેલા બાળકોને આવરી લેવાશે. આરોગ્ય વિભાગે ૧૦,૦૦૦ વેકસીનટર્સ રસી આપનારા કર્મચારીઓને દરરોજ જુદી જુદી ટીમ બનાવી ૭૦,૦૦૦ સેશન્સ રસીકરણ માટે ગોઠવ્યા છે., ૪૦,૦૦૦ આશાવર્કર બહેનો અને ૫૦,૦૦૦ આંગણવાડી કાર્યકર બહેનો આ ઝૂંબેશમાં સેવા આપશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY