ચેન્નાઈ,
તા.૧૧/૦૩/૨૦૧૮
કેડેટ પ્રીતિને સોર્ડ ઓફ ઓનર અને વ્રીતિને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યા
ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં પાર્સિગ આઉટ પરેડ થઈ હતી. આ વખતે ૨૫૫ કેડેટ ઓફિસર બન્યાં. જેમાં ૩૭ મહિલાઓ છે. ખાસ વાત એ છે કે ઓટીએના ૫૫ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા કેડેટને સર્વોચ્ચ સન્માન મળ્યું. કેડેટ પ્રીતિને ‘સોર્ડ ઓફ ઓનર’ અને વ્રીતિને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યાં. આ બંને મહિલા ઓફિસર હરિયાણાની છે. તેઓએ ૨૫૦થી વધુ કેડેટને પછાડીને એકેડમીમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કર્યું હતું. સાથે જ ૨૨ વિદેશી કેડેટ પણ પાસ આઉટ થયાં છે.
પ્રીતિ ચૌધરી ‘સોર્ડ ઓફ ઓનર’ મેળવનારી ઓટીએની ત્રીજી મહિલા કેડેટ છે. આ પહેલાં ૨૦૧૦માં દિવ્યા અને ૨૦૧૫માં એમ. અંજનાને આ સન્માન મળી ચુક્્યાં છે. પ્રીતિ પાણીપતની રહેવાસી છે. તેના પિતા ઈન્દરસિંહ ઓનરેરી કેપ્ટન (રિટાયર્ડ) છે. માતા સુમતા દેવી ટીચર છે. જ્યારે વ્રીતિના પિતા બેન્કિંગ પ્રોફેશનલ અને માં લેકચરર છે.
પહેલી વખત એવું થયું છે કે, જ્યારે એકેડમીમાં બે સૌથી મોટ સન્માન (સોર્ડ ઓફ ઓનર અને સિલ્વર એવોર્ડ) મહિલા કેડેટને મળ્યાં છે.
આ ઓફિસર ટ્રેનિંગ એવોર્ડનું સર્વોચ્ચ સન્માન છે. જે ઓવરઓલ મેરિટમાં પહેલાં સ્થાને આવતાં કેડેટને આપવામાં આવે છે. જેમાં કેડેની શારીરિક, એકેડમિક, વેપન, લીડરશીપ અને ફિલ્ડ એન્જીનનિયરિંગની ક્ષમતાને પારખવામાં આવે છે. સાથે ક્રોસ કન્ટ્રી રન, બોક્સિંગ અને ડિબેટ જેવી કોમ્પીટિશનમાં પણ જીત હાંસલ કરવી પડે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"