પછાત વિસ્તારની દુર્દશા : કામ અટકાવનાર સામે કાર્યવાહી કરો

0
97

ગાંધીધામ,
તા.૧૮/૪/૨૦૧૮

ગાંધીધામ નગર-પાલિકામાં ભાજપની ભવાઇ અવનવારૂપ બતાવી રહી છે. પદાધિકારીઓ પણ પોતાપોતાની શતરંજની રાજકીય ચાલ રમવામાં સોગઠાબાજી ગોઠવી રહ્યા છે ત્યારે તેનો જેટલો બને તેટલો લાભ લેવા માટે કેટલાક અધિકારીઓ પણ કાર્યરત બન્યા છે. રોટરીનગરમાં વર્ષોથી રોડ બન્યો નથી. પ્રાથમિક સુવિધા અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા પછી ગત ૧૦મી એપ્રિલના મંજૂર થયેલા રસ્તાનું કામ શરૂ થતાં જ કેટલાક રહીશોએ પાલિકા કચેરીએ આવીને સીઓ અને કારોબારીના ચેરમેનને ઘેરાવ કરીને રજૂઆત કરી કામ અટકાવ્યું હતું. ત્યાર બાદ આજે બીજા રહીશોના ટોળાએ આવીને તાકીદે કામ શરૂ કરાવવા અને અટકાવેલા કામ સંદર્ભે જે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરતાં વહીવટી તંત્ર હાલ સેન્ડવીચ જેવી દિશામાં મુકાઇ ગયું છે. અગાઉથી મક્કમ ગતિએ કામ કરવાની દિશા નક્કી ન કરેલા અધિકારીઓને હાથના કર્યા હૈયે વાગે તેવી સ્થતિમાં મુકાવવું પડ્યું છે. પણ આખરે તો આ લડાઇમાં પ્રજાનો ખો નિકળશે તે વાત નિશ્રિ્‌ચત છે. વાવાઝોડા બાદ અસ્તત્વમાં આવેલ રોટરીનગરમાં ભાજપના સભ્યો દ્વારા સુવિધાઓના મુદ્દે અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પાલિકાના અધિકારીઓ ધ્યાન આપતા ન હતા. જેને કારણે આ વિસ્તારનો વિકાસ જાઇએ તેવો થયો નથી તેવો કકળાટ એક વર્ગમાંથી ઊઠી રહ્યો છે. દરમિયાન નગરસેવિકા સીતારામન કિશનના નિવાસસ્થાન પાસે રસ્તાનું કામ શરૂ થતાં જ અન્ય વિસ્તારના રહીશોના ટોળાએ પાલિકામાં આવીને હલ્લાબોલ કર્યો હતો. ચીફ આૅફિસર નીતિન બોડાત અને કારોબારીના ચેરમેન તારાચંદ ચંદનાનીને ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાન આ કામ બંધ થતાં ભાજપનું એક જૂથ ઉકળી ગયું હતું.

કોઇપણ ભોગે મંજૂર થયેલું કામ અને પ્રજાના હિતની કામગીરીમાં રોડા નાખતા તત્વો સામે પાલિકા તાબે ન થાય તેવી લાગણી વ્યક્ત કરીને રોડનું કામ તાકીદે શરૂ થાય તે દિશામાં હિલચાલ શરૂ કરાવી હતી. રોટરીનગરના ઘર નં. ૭૪૧થી ૮૦૧ના રોડના કામને તાત્કાલિક ચાલુ કરવાના હેતુથી રહીશોએ આજે ચીફ આૅફિસર નીતિન બોડાતને મળીને માગણી કરી હતી. રોડનું કામ જેને અટકાવ્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માગણી કરતાં મામલો ગરમાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY