પદ્મ પુરસ્કાર માટે સિલેકશન કમિટીએ કોઈ ભલામણો ન સ્વીકારી

0
120

ન્યુ દિલ્હી,
તા.૧૮/૦૩/૨૦૧૮

૩૫ હજારથી વધુ નોમિનેશન, ૮૪ હસ્તઓને એવોર્ડ આપવામાં આવશે

આ વખતે આપવામાં આવનારા પદ્મ પુરસ્કારો માટે ૮ રાજ્ય સરકારો, ૭ ગર્વનરો અને ૧૪ કેન્દ્રીય મંત્રીઓની ભલામણ માનવામાં નથી આવી. રાષ્ટપતિ ભવનમાં ૨૦ માર્ચ અને ૨ એપ્રિલે થનારા સમારંભમાં ૮૪ હસ્તઓને એવોર્ડ આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયના દસ્તાવેજ મુજબ, ૨૦૧૮ના પદ્મ પુરસ્કારો માટે ૩૫હજાર ૫૯૫ નોમિનેશન આવ્યાં હતા. તે અંગેની જાહેરાત ૨૫ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ નોમિનેશન્સ રાજ્ય સરકારો, ગર્વનરો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને સંગઠનો તરફથી કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર ૮૪ લોકોને પદ્મ પુરસ્કારો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ લોકોને પસંદ કરવા માટે ૧૦ સભ્યની સિલેકશન કમિટી બનાવવામાં આવી હતી.

તામિલનાડુ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન અને દિલ્હીની એકપણ ભલામણને મંજૂરી આપવામાં ન આવી. તામિલનાડુએ ૬, હરિયાણાએ ૫, જમ્મુ કાશ્મીરે ૯, કર્ણાટકે ૪૪, ઉત્તરાખંડે ૧૫, બિહાર-રાજસ્થાને ૪ અને દિલ્હીએ પદ્મ પુરસ્કારો માટે ૭ નામોની ભલામણ કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ગર્વનર કેશરીનાથ ત્રિપાઠીએ ૧૧, હરિયાણાના ગર્વનર કેપ્ટનસિંહ સોલંકીએ ૭, જમ્મુ કાશ્મીરના એન.એન.વ્હોરાએ ૪, યુપીના રાજ્યપાલ રામ નાઈકે ૧૦, ગુજરાતના ગર્વનર ઓ.પી.કોહલીએ ૨, કેરળના કે.પી.સતશિવમે ૨ અને પુડ્ડુચેરીના લેફટનન્ટ ગર્વનર કિરણ બેદીએ એક નામની ભલામણ કરી હતી.

૨૦૧૮માં ૮૪ લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં મ્યૂઝિશિયન ઇલ્યારાજાને પદ્મ વિભૂષણ અને મહેન્દ્રસિંહ ધોનીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મોટા ભાગના એવા લોકોના નામ છે, જેઓએ પોતાના ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કર્યું છે, પરંતુ આ લોકો અંગે લોકો વધુ નથી જાણતા. જેમાં અફોર્ડેબલ એજ્યુકેશન માટે અરવિંદ ગુપ્તા અને ગોંડ આર્ટ માટે ભજ્જૂ શ્યમા જેવાં નામ સામેલ છે. આ વર્ષે ૧૫,૭૦૦થી વધુ લોકોને પદ્મ એવોર્ડ માટે ઓનલાઈન નોમિનેશન ફાઈલ કર્યાં હતા. જ્યારે કે ૨૦૧૬માં આ સંખ્યા ૧૮ હજારથી વધુ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY