અંકલેશ્વરમાં પદ્માવત ફિલ્મ જોવાની વાત પર માફી માંગ્યા બાદ પણ યુવકને મારમારતો વિડીયો વાયરલ : પોલીસે કરી બે ની ધરપકડ

0
170

અંકલેશ્વરના કોસમડી ખાતે આવેલ ગાયત્રી ચેમ્બર્સ માં રહેતા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાદવએ  તારીખ ૨૪મી જાન્યુઆરીએ અંકલેશ્વર જીઆઇડીસીની જલધારા ચોકડી નજીક આવેલ મોર્યા શોપિંગ સેન્ટર પાસે દુકાનમાં ચા નાસ્તો કરતા હતા, તે દરમિયાન તેમના પર તેમના મિત્રનો વડોદરા થી ફોન આવ્યો હતો, અને ફોન પર તેઓ પદ્માવત ફિલ્મ જોવાની વાત કરતા હતા. અંકલેશ્વરમાં પોતાના મિત્ર સાથે મોબાઈલ પર મુંબઈ ખાતે પદ્માવત ફિલ્મ જોવા જવાનું કહેતા મામલો બિચક્યો હતો, અને  યુવકને મારમારી તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયલર કરવામાં આવતા ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર અને આરોપીઓ પણ રાજપૂત સમાજનાં જ હોવાનું પણ જાણવા મળ્યુ છે. દરમ્યાન જે વાતચીત ભાર્ગવસિંહ રામસિંહ પઢીયાર રહે નિયમ રેસીડેન્સી પાસે અંકલેશ્વર તેમજ રણજીતસિંહ પુનાભાઈ કુવાડ રહે શાલીમાર એપાર્ટમેન્ટ ,ભડકોદ્રા, અંકલેશ્વરનાં એ ઉપેન્દ્રસિંહને બોલાવીને તેઓની દુકાનમાં લઇ જઈને મારમારીનો  મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો. વધુમાં ઉપેન્દ્રસિંહ પાસે માફી પણ મંગાવી હતી, તેમછતાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયલર બનતા ઉપેન્દ્રસિંહે આઘાતની લાગણી વ્યક્તિ કરી હતી, અને જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપેન્દ્રસિંહે યાદવે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ ઈ-મેઈલ થી ફરિયાદ કરી હતી. સાથે સાથે વડોદરા પોલીસ કમિશ્નર ને પણ ફરિયાદ કરી આરોપીઓ સામે કાયદેસર અને ઉદાહરણરૂપી કાર્યવાહી કરવાની માંગણી કરતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.એસ.આઈ જે.જે.ડાંગરે વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY